ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે મિનિટોમાં જ અમદાવાદથી ગાંધીનગર, PM મોદીના હસ્તે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ - gandhinagar ahmedabad metro train

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને 8 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ છે. જેમાં ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની સેવા લોકો માટે ખુબ ફાયદાકારક સાબીત થશે. પીએમ મોદીએ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કર્યુ હતું અને લીલીઝંડી આપી હતી. gandhinagar ahmedabad metro train

PM મોદીના હસ્તે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ
PM મોદીના હસ્તે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ (Etv Bharat Graphics Team)

By ANI

Published : Sep 16, 2024, 6:53 PM IST

PM મોદીના હસ્તે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ (ANI)

અમદાવાદ: ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 8 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ છે. પીએમ મોદીએ આજે સોમવારે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યુ હતું. તેના માટે પીએમ મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગરના સેક્ટર 1 ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કર્યુ હતું અને લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી, મુસાફરી દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનો પ્રારંભ

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કરાવી શરૂઆત કરી દીધી છે. જેના લીધે અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતાં વિદ્યાર્થી, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોનો સમય બચશે અને તેમને આર્થિક ફાયદો પણ થશે. આ ઉપરાંત ગુજરાત બહારથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતાં લોકો અને વિદેશી મહેમાનોને પણ અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચવામાં ખુબ જ સરળતા રહેશે.

મેટ્રોનો સમય

મહત્વપૂર્ણ છે કે, મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી લઈને સાંજે 6:35 સુધી સેવાનો લાભ મળશે. જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઇને આ ટ્રેન 17 મિનિટમાં જીએનએલયુ પહોંચશે. બંને રૂટ વચ્ચે દિવસભરમાં કુલ 17 ફેરા થશે. મેટ્રો ટ્રેનની આ સુવિધાથી ગુજરાતના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

  1. અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ, જાણો શું છે સુવિધાઓ - Vande Metro train
  2. અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ, આ સ્ટેશનો પર થોભશે - VANDE METRO TRAIN

ABOUT THE AUTHOR

...view details