ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના ભરતનગરની શાળામાં આગ: બાળકોના અભ્યાસના સાધનો ખાખ

ભાવનગર શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની ભરતનગરની શાળામાં આગ લાગવાનો બનાવ મોડી રાત્રે બન્યો હતો. - BHAVNAGAR SCHOOL FIRE

ભરતનગરની શાળામાં આગ
ભરતનગરની શાળામાં આગ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ભાવનગરઃભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભરતનગરની શાળામાં આગ લાગવાનો બનાવ મોડી રાત્રે બનવા પામ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ સમયે શાળામાં બાળકો અભ્યાસ નહીં કરતા હોવાથી બાળકો પણ સુરક્ષીત રહ્યા છે.

ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર દોડી જઈને આગને બુજાવી હતી. જો કે સદનસીબે શાળામાં બાળકો હાલ અભ્યાસ કરતા નથી. પરંતુ આગમાં નુકસાન જરૂર થયું છે.

ભરતનગરની શાળામાં આગ (Etv Bharat Gujarat)

મોડી રાત્રે લાગી આગ શાળામાં

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નમ્બર 76માં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં કરી હતી. આગ ભરતનગરની શાળા નમ્બર 76માં પહેલા માળે રૂમમાં લાગી હતી.

આગ લાગવાથી શું થયું નુકસાન

ભાવનગરની ભરતનગરની શાળા નમ્બર 76માં આગ લાગવાને પગલે શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ ટેલીફોનિક જણાવ્યું હતું કે, ભાવનગરની ભરતનગરની શાળા નમ્બર 76માં પહેલા માળે પડેલા સાધનોમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે શાળાનું રિનોવેશનનું કામ ચાલુ હોવાથી બાળકોને બીજી નવી બનેલી શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ બનાવ કેમ બન્યું તે જાણી શકાયું નથી. આગમાં સાધનો બળી ગયા છે.

  1. "ઘર કા ભેદી લંકા ઢાયે" : સુરતમાં લાખોની ચોરીનો નોકરો પર આરોપ, ત્રણ આરોપી ઝડપાયો
  2. ATMમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીના બનાવ

ABOUT THE AUTHOR

...view details