ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 7:27 PM IST

ETV Bharat / state

સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ, વ્યાજનો ધંધો કરતા લાલી વિરૂદ્ધ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું - interest business in Surat

સુરતમાં મોટાપાયે વ્યાજનો ધંધો કરી લોકો પાસે પૈસા ઉઘરાણી કરી વ્યાજ વસુલાત કરતા ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પોલીસ દ્વારા તેઓ વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને ભુજની જેલમાં મોકલી આપ્યો છે.,Lali doing interest business in Surat

વ્યાજનો ધંધો કરતા લાલીને ભુજની જેલ હવાલે કરાયો
વ્યાજનો ધંધો કરતા લાલીને ભુજની જેલ હવાલે કરાયો (ETV Bharat Gujarat)

વ્યાજનો ધંધો કરતા લાલીને ભુજની જેલ હવાલે કરાયો (ETV Bharat Gujarat)

સુરત: સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોરો પર લગામ રાખવા માટે પોલીસ દ્વારા ખાસ મુહિમ ઉપાડવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પોલીસે પાસા હેઠળ ભુજ જેલમાં રવાના કર્યો છે. વ્યાજખોરીના ઉપરા છાપરી ત્રણ ગુના નોંધાતા પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી કરી છે, લાલી ત્રીસ ટકા વ્યાજ એડવાન્સ કાપી લેતો હતો અને ત્યારબાદ જરૂર મુજબના લોકોને રૂપિયા આપતો હતો. 100 દિવસ માટે નાણાં ધિરવાની મોડસ ઓપરેન્ડી હતી.

વ્યાજનો ધંધો કરતા લાલીને ભુજની જેલ હવાલે કરાયો (ETV Bharat Gujarat)

ઉધનાનો માથાભારે લાલી પાસા હેઠળ જેલભેગો:ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંગ હંજારા ભુજ જેલ રવાના કરાયો છે. લાલી ઉંચા દરે વ્યાજે રૂપિયા આપતો હતો. ગરીબ લોકોનું શોષણ કરવામાં લાલી પકાયેલો છે, લાલી ઉંધનામાં BRC સામે પ્રભુનગરમાં ઓફિસ ધરાવે છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા લાલીની પાસા હેઠળ અટકાયત કરાઈ હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હુકમ કર્યો હતો. ઉધના પોલીસે લાજપોર જેલમાંથી લાલીનો કબજો મેળવ્યો હતો.

  1. લોભામણી સ્કીમો આપી પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ, સુરત મનપાના કર્મચારી સહિત 23 લોકો બન્યા શિકાર - Surat

ABOUT THE AUTHOR

...view details