ગુજરાત

gujarat

ETV Bharat / state

“કોઈન ઓફ કચ્છ” બન્યું આકર્ષણનું કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના ચિત્રકારે સિક્કો જમાવ્યો - KUTCH ART

ચિત્રકાર લાલજીભાઈ એન. જોષીનું વોટર કલરનાં માધ્યમથી બનાવેલ “કોઈન ઓફ કચ્છ” નોઈડા (યુપી) ચિત્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના ચિત્રકારે સિક્કો જમાવ્યો
આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના ચિત્રકારે સિક્કો જમાવ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2024, 1:45 PM IST

કચ્છ:નોઈડા (યુપી) ખાતે આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં કચ્છના ભુજના ચિત્રકારે પોતાનો સિક્કો જમાવ્યો છે. ભુજનાં યુવા ચિત્રકાર લાલજીભાઈ એન. જોષીનું વોટર કલરનાં માધ્યમથી બનાવેલ “કોઈન ઓફ કચ્છ” નોઈડા (યુપી) ચિત્ર પ્રદર્શનમાં પ્રદર્શિત થયો હતો અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

કુલ 60 દેશોમાંથી ટોટલ 1486 એન્ટ્રીઓ આવી હતી:ઈન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઈન્ડીયા (IWS India) દ્વારા વિશ્વનું અતિ ભવ્ય વોટર કલર ફેસ્ટિવલ બીજું ઓલિમ્પિઆર્ટ 2024 નું DME કોલેજ નોઈડા (યુપી) ખાતે યોજાયું હતું. જેમાં ભારતભરનાં તથા આંતરરાષ્ટ્રીય ચિત્રકારોની ચિત્રકૃતિનો મેળો જામ્યો હતો. આ ફેસ્ટિવલમાં કુલ 60 દેશોમાંથી ટોટલ 1486 એન્ટ્રીઓ આવેલ હતી. જેમાંથી 550 એન્ટ્રીઓને પસંદ કરવામાં આવી હતી, જેમાં ભારતની 188, ગુજરાતની 6 અને કચ્છની એક એન્ટ્રી એ પણ લાલજીભાઈ જોષીની ચિત્રકૃતી પસંદ થઈ હતી.

“કોઈન ઓફ કચ્છ” બન્યું આકર્ષણનું કેન્દ્ર (Etv Bharat Gujarat)

ભારતભરનાં તથા આંતરરાષ્ટ્રીય ચિત્રકારોની ચિત્રકૃતિનો મેળો:તમને જણાવી દઈએ કે,6 ડિસેમ્બરથી 8 ડીસેમ્બર 2024 દરમિયાન ઈન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઈન્ડીયા (IWS India) દ્વારા વિશ્વનું અતિ ભવ્ય વોટર કલર ફેસ્ટિવલ 2જું ઓલિમ્પિઆર્ટ 2024નું DME કોલેજ નોઈડા (યુપી) ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયેલ હતું. જેમાં ભારતભરનાં તથા આંતરરાષ્ટ્રીય ચિત્રકારોની ચિત્રકૃતિનો મેળો જામ્યો હતો.

“કોઈન ઓફ કચ્છ” બન્યું આકર્ષણનું કેન્દ્ર (Etv Bharat Gujarat)

“કોઈન ઓફ કચ્છ” બન્યું આકર્ષણનું કેન્દ્ર:ચિત્રકાર લાલજી જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્વભરમાંથી જુલાઈ 2024માં ઓનલાઇન એન્ટ્રીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 60 દેશોમાંથી ટોટલ 1486 એન્ટ્રીઓ આવી હતી, જેમાંથી 550 એન્ટ્રીઓને પસંદ કરવામાં આવી હતી. જેમાં ભારતની 188, ગુજરાતની 6 અને કચ્છની 1 એન્ટ્રી લાલજીભાઈ જોષીની પસંદ કરવામાં આવી હતી. ભુજનાં યુવા ચિત્રકાર લાલજીભાઈ એન. જોષીનું વોટર કલરનાં માધ્યમથી બનાવેલ “કોઈન ઓફ કચ્છ” પણ નોઈડા (યુપી) ચિત્ર પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

ભુજના યુવા ચિત્રકાર લાલજીભાઈ એન. જોષી (Etv Bharat Gujarat)

રંગોનાં માધ્યમથી સંસ્ક્રૃતિને જીવંત: ભુજનાં ચિત્રકાર લાલજીભાઈ એન. જોષી દ્વારા વોટર કલરનાં માધ્યમથી બનાવવામાં આવેલ ચિત્રકૃતિ “કોઈન ઓફ કચ્છ” આકર્ષણનું કેન્દ્ર બની હતી, અને આંતરરાષ્ટ્રીય ચિત્રકારોએ કહ્યું હતું કે, રંગોનાં માધ્યમથી પોતાની સંસ્ક્રૃતિને જીવંત રાખનારા કલાકારો બહુ ઓછા જોવા મળે છે. દર વખતની જેમ આ વખતે પણ લાલજીભાઈએ પોતાની કલાથી કચ્છને પ્રદર્શિત કર્યું હતું.

કચ્છ રાજપરિવારનો સિક્કો: તમને જણાવી દઈએ કે, કચ્છમાં રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને રાજ્યમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. આજથી 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. ત્યાં કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું. તે પૈકીનું આ એક પ્રાચીન સિક્કો છે જેના પર કચ્છના રાજવી મહારાવ શ્રી પ્રાગમલજી લખેલું છે. જાણવા જેવી બાબત એ છે કે, આ સિક્કો વિક્રમ સંવત 1927નો છે. આ સિક્કો દોઢ દોકડો છે.

ચિત્રકાર મુખ્યત્વે કચ્છની સંસ્કૃતિના ચિત્રો દોરે છે:ઉલ્લેખનીય છે કે, લાલજીભાઈ જોષી મુખ્યત્વે કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહીર સમાજના મેળા ભરાતા હોય છે ત્યારના તથા સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર મોટે ભાગે બનાવે છે. તેમાં પણ મોટી વયના લોકો કે જેમણે પરંપરાગત પરિધાન પહેર્યા હોય તેમના ચહેરાના હાવભાવ સહિતની ઝીણવટપૂર્વકનું ચિત્ર લાલજી જોષી બનાવતા હોય છે.

આ પણ વાંચો:

  1. જૂનાગઢમાં યોજાયું રંગોળી પ્રદર્શન, રતન ટાટાને શ્રદ્ધાંજલિ અને મહિલા અત્યાચારને કર્યા ઉજાગર
  2. વિશ્વ સમક્ષ આવશે "મુતવા" સમુદાયનો અતુલ્ય "વારસો", કચ્છમાં ખુલ્લું મુકાયુ ખાસ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details