ગુજરાત

gujarat

ભુજનો બસ સ્ટેશન વિસ્તાર વરસાદના લીધે બેટમાં ફેરવાયો, નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો - flooded bus station area in bhuj

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 7:13 PM IST

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર કચ્છમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બફારો પણ અનુભવાયો હતો. ત્યારે એકાએક બપોરના સમયે ભુજ, અંજાર, માંડવી અને ગાંધીધામ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. જે બાદ ભુજમાં 1 ઇંચ જેટલા વરસાદ પડતા જ ભુજનું બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયું હતું અને બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા., 1 INCH OF RAIN IN A SINGLE HOUR IN BHUJ

ભુજમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો
ભુજમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો (Etv Bharat Gujarat)

ભુજનો બસ સ્ટેશન વિસ્તાર માત્ર 1 ઇંચ વરસાદમાં બેટમાં ફેરવાયું (Etv Bharat Gujarat)

ભુજ: આજે ધીમીધારે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી જતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી, પરંતુ સાથો સાથ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ભુજના નવા આઇકોનિક બસ પોર્ટના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ પામતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ બસ પોર્ટ બહાર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા અને વેપારીઓને પણ પરેશાની થઈ હતી. તેમજ ભુજના બસ સ્ટેશન અને મુખ્ય બજાર વાણિયા વાડ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા અનેક વાહનો બંધ થતાં વાહન ચાલકો ધક્કા મારી પાણીમાંથી વાહન બહાર કાઢતા નજરે ચડ્યા હતા. તો રાહદારીઓ પણ ધુટણ સમા પાણીમાંથી પસાર થવા મજબુર થયા હતા. ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા હતા.

બસ પોર્ટ બહાર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા (ETV Bharat Gujarat)

નગરપાલિકાની પ્રીમોન્સુન કામગીરી પર ઉઠ્યા સવાલો:ભુજ નગરપાલિકા દ્વારા દર વર્ષે લાખોના ખર્ચે થતી પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. ભુજના બસ સ્ટેશન રોડથી મુખ્ય બજાર અને પેટ્રોલપંપ સાઈડ જતા માર્ગ પર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવે છે. છતાં પણ દર વર્ષે આ સ્થળે આજ પ્રકારની સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે સ્થાનિક દુકાનદારો અને રીહદોરીની એક જ માંગણી છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે.

  1. અમદાવાદના ગોતા-સાયન્સ સિટીમાં 6 ઇંચ વરસાદ, 5 અંડર બ્રિજ બંધ - rain in ahmedabad
  2. સુરતમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ, ધણા વિસ્તારો વરસાદી પાણીમાંં ગરકાવ - heavy rain in Surat

ABOUT THE AUTHOR

...view details