ગુજરાત

gujarat

ETV Bharat / state

કોણ છે હીરામંડી વેબસીરિઝના 5 ગીતોમાં સિતારવાદન કરનાર સુરતના કલાકાર? જાણો વિગતવાર - Surat Sitarist Bhageerath Bhatt - SURAT SITARIST BHAGEERATH BHATT

સંજય લીલા ભણસાલીની વેબસીરિઝ હીરામંડી અત્યારે દેશભરમાં ધૂમ મચાવી રહી છે. દર્શકોને હીરામંડીના ગીતો અને સંગીત બહુ પસંદ આવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશની સૌથી મોંઘી ઓટીટી ફિલ્મના સંગીતમાં સુરતના સિતાર સાધક ભગીરથ ભટ્ટે સૂરો રેલાવ્યા છે. Heeramandi Music Surat Sitarist Bhageerath Bhatt

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 10:38 PM IST

Updated : May 23, 2024, 4:55 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ જેટલી પ્રશંસા વેબસીરિઝ હીરામંડીની થઈ રહી છે તેટલી જ પ્રશંસા તેના ગીતોની પણ કરવામાં આવી રહી છે. આ વેબસીરિઝના ગીતો તમને વર્ષો જૂના પરંપરાગત અને સાંસ્કૃતિક સંગીતની દુનિયામાં લઈ જાય છે. શાસ્ત્રીય સંગીતની અનુભૂતિ માટે જે રીતે આ વેબસીરિઝમાં સિતાર વાદનને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ સિતારવાદનમાં સુરતના સિતાર સાધક ભગીરથ ભટ્ટે બહુ મહત્વનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 23 વર્ષથી સિતાર સાધનાઃભગીરથ ભટ્ટ સુરતમાં રહે છે અને મૂળ તેઓ જામનગરના છે. તેઓ છેલ્લા 23 વર્ષથી સિતારની સાધના કરી રહ્યા છે. માત્ર 14 વર્ષમાં તેઓ રાષ્ટ્રીય સ્તરે સિતારવાદનના નવા આયામો સુધી પહોંચ્યા હતા. સિતાર વાદનમાં તેઓ ભારતની અંદર પ્રથમ ક્રમે આવ્યા હતા. તેઓ અગાઉ પણ સંજેલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી સહિત અન્ય ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. માત્ર બોલિવૂડ જ નહિ પરંતુ હોલિવૂડમાં પણ તેઓ લોકોને આશ્ચર્યચકિત કરી ચૂક્યા છે. હોલિવૂડમાં અમેરિકન ગાંધી, કોટા ફેક્ટરી, ગુલ્લક બેન્ડિક્સ, જેવા ફિલ્મોમાં સિતારવાદનથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ ઉપરાંત તેઓ એમ ટી વી સુપર સ્ટાર ઇન્ડિયન આઈડલ કોક સ્ટુડિયોમાં પણ સિતારવાદન કરી ચૂક્યા છે. બોલિવૂડના દિગ્ગજ એ.આર રહેમાન, અમિત ત્રિવેદી, સોનુ નિગમ, અરિજિતસિંઘ, શંકર મહાદેવન સહિત શ્રેયા ઘોષાલ સાથે કામ કરી ચૂક્યા છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ગીતોને વર્ષો જૂના જે પરંપરાગત સિતારવાદન છે તે કઈ રીતે હોય છે અને તેમાં પણ આજના જે વાદી યંત્ર છે તેને કઈ રીતે વાપરી શકાય તેનો ખૂબ જ સારી રીતે સંગીતના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ પોતે મને આ ખાસ તક આપી. હું પ્રથમવાર જ્યારે બેગ્રાઉન્ડ મ્યુઝિક માટે ગયો ત્યારે પ્રથમ સીરિઝનું શૂટિંગ ચાલી રહ્યો હતો. મારા જે બેગ્રાઉન્ડ સ્કોરર હતા તેઓના જણાવ્યા મુજબ હું સિતાર વગાડી રહ્યો હતો જ્યારે ત્રીજુ કે ચોથુ સેશન શરૂ થયું ત્યારે મેં સિતાર વાદન સમયે જણાવ્યું કે અમે આ અગાઉ કરી ચૂક્યા છે પરંતુ તેઓએ જણાવ્યું કે સંજય લીલા ભણસાલીને પસંદ આવ્યું ન હતું. જેથી તેમણે એ સ્ક્રેપ કરી ફરીથી કરવા માટે કીધું છે. આ જ સંજય લીલા ભણસાલીની ખાસિયત છે. તેઓ પરફેક્ટ કામ કરે છે. તેમજ દરેક નાની બાબતમાં ધ્યાન આપે છે...ભગીરથ ભટ્ટ(સિતાર સાધક, સુરત)

બાયફર્ગેશન ન કરી શકાયઃ સુરતના સિતાર સાધક ભગીરથ ભટ્ટે જણાવ્યું હતું કે, હું નાનપણથી જે સ્વીકાર શીખે રહ્યો છું આ મારી આત્મા છે અને હું સિતાર વગર કંઇક નથી આ મારી ઓળખ છે. હું જ્યાં પણ જોઉં છું સિતારને સાથે લઈને જવું છું. કોઈપણ સંગીત અમે ભારતીય સંગીતથી જ શીખીએ છીએ પરંતુ લોકભોગ્ય બનાવવા માટે બોલિવૂડ અને હોલિવૂડનો પણ સહારો લેવું પડે છે. કહેવાનું તાત્પર્ય છે કે જે લોકોને રિઝવે તે જ સંગીત હોય છે અમે બાઈફર્ગેશન ન કરી શકીએ કે શું ક્લાસિકલ છે અને શું ક્લાસિકલ નથી.

સાધના કરવા સિતારવાદનઃ ભગીરથ ભટ્ટે જણાવ્યું હતું કે, હું ક્યારે પણ ફીસ જોઈને વિદ્યાર્થીઓને સિતાર શીખાવતો નથી જે લોકોને રુચિ છે તેમને હું ચોક્કસથી સારી રીતે સિતાર શીખવવા માંગુ છું. આ માટે હું પોતે એક સ્ટુડિયો ની પણ શરૂઆત કરી છે. હું યુવાઓને આટલું જ કહેવા માંગીશ કે આ સાધના છે તેનાથી કંઈક મેળવવા માટે આ નહીં શીખો. સાધના કરવા માટે તમે સિતારવાદન શીખો.

  1. Netflix Releases's Slate Plan: નેટફ્લિકસે વર્ષ 2024માં ભારતમાં રજૂ થનાર કંટેટનો સ્લેટ પ્લાન રજૂ કર્યો
Last Updated : May 23, 2024, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details