ભરુચઃ ગુજરાતના વિકાસનું ઉભરતું ચિત્ર ગરૂડેશ્વર તાલુકાના SOU થી 10 કિમી દૂર આવેલા ચાપટ ગામેથી સામે આવ્યું છે. અહીં રસ્તાના અભાવને કારણે ઝોળીમાં હોસ્પિટલ સુધી લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે જ બાળકને જન્મ આપ્યો છે.
ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાથી થયા દુખી (Thanks to Viki Joshi @Bharuch) અગાઉ પણ બની હતી આવી જ એક ઘટના
નર્મદા જિલ્લામાં 3000 હજાર કરોડના ખર્ચે વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ કરવામાં આવ્યું છે. પર્યટકો માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે. જોકે ગરૂડેશ્વર તાલુકામાં SOU થી 10 કિમીના અંતરે આવેલા ચાપટ ગામ સુધી જાણે હજી વિકાસ પહોચ્યો નથી. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરના અગાઉ તુરખેડામાં આવી જ રીતે રસ્તાના અભાવે પ્રસુતાને ઝોળીમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાના પ્રયત્નો લોકો દ્વારા કરાયા હતા પરંતુ તેમાં સંતાન માતા વિહોણું રહ્યું હતું કારણ કે તેની માતાએ અધવચ્ચે જ અંતિમ શ્વાસ લીધા હતા. જે મામલામાં હાઈકોર્ટે પણ સુઓમોટો તરીકે નોંધ લીધી હતી.
જોકે તે ગામની ઘટના પછી તંત્રએ ત્યાં વિવિધ કામગીરીઓ શરૂ કરી પરંતુ હજુ ઘણા સ્થાનો વિકાસ ઝંખે છે. એવા જ એક ચાપટ ગામની આદિવાસી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે લોકોએ ઝોળી બનાવી અને તેને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી હતી. જોકે મહિલા સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા પગદંડી વાળા માર્ગ પર જ તેને ઝોળીમાં પ્રસૂતિની પીડા ઉપડી હતી અને અડધા રસ્તે જ તેણે બાળકને જન્મ આપ્યો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવાએ નાખ્યો નિસાસો
આદિવાસી વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષે પણ વિકાસ નહીં પહોંચવાને લઈ દેડિયાપાડા આપ (આમ આદમી પાર્ટી)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર નિશાન સાંધ્યું છે. તેઓએ નિસાસો નાખતા કહ્યું છે કે, ગામમાં રસ્તાના અભાવે લોકો પ્રસુતાને ઝોળીમાં લઈને જાય છે અને તે બાળકને જન્મ આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિથી આ ગામ દસ કિમી દુર છે છતાં આ વરવી વાસ્તવિક્તા છે. જે સરકારે સ્વિકારવી જોઈએ. સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેની અમે માગ કરીએ છીએ.
- PMJAY YOJANA SCAM: 'પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવીન SOP' ખ્યાતિકાંડ પછી PMJAY-મા યોજના અંગે મંત્રીની સમીક્ષા બેઠક
- Tathya patel: 9 લોકોના મોતનું કારણ બનનાર તથ્ય પટેલની ફરી જામીન માટે અરજી, 17 ડિસેમ્બરે સુનાવણી