ગુજરાત

gujarat

ETV Bharat / state

સહકારી ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર: દૂધ મંડળીઓ અને ખેત ધિરાણમાં સતત વધારો, જાણો કેમ થઈ રહી છે આની ચર્ચા... - Gujarat first in cooperative sector

ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાનેમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 6 જુલાઈ, 2021ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી. જાણો દરેક સહકારી પ્રવૃતિઓમાં કેટલો થયો વધારો.. Gujarat first in cooperative sector

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 7:44 PM IST

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી (Etv Bharat Gujarat)

ગાંધીનગર:આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ 1923થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાનેમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 6 જુલાઈ, 2021ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી.

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ:જોગાનુજોગ, આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે ભારત સરકારે પ્રથમવાર “સહકારિતા દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય કર્યો છે. 6 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ”ની ઉજવણી થશે.

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી (Etv Bharat Gujarat)

સહકારિતા પ્રવૃત્તિમાં અગ્રસ્થાન: સહકારિતા દિવસની ઉજવણી માટે ગુજરાતની પસંદગી પાછળ ગુજરાતમાં વધી રહેલી સહકારિતા પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સહકારિતા પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન આપી રહી છે. પરિણામે આજે ગુજરાતનું સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગત બે દાયકા દરમિયાન ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના દિશા નિર્દેશન હેઠળ આજે સમગ્ર દેશમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સહકારિતા પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી (Etv Bharat Gujarat)

બજાર સમિતિની આવક અને ટર્નઓવરમાં ૫૦૦ ટકાથી વધુનો વધારો: ગુજરાતના સહકાર ક્ષેત્રની સિદ્ધિ અંગે વાત કરીએ તો, અગાઉ રાજ્યની બજાર સમિતિઓનું ટર્નઓવર માત્ર રૂ. 8,000 કરોડ હતું, જે આજે વધીને રૂ. 42,000 કરોડ સુધી પહોંચ્યું છે, જ્યારે બજાર સમિતિની આવક રૂ. 72.80 કરોડથી વધીને રૂ. 460 કરોડ જેટલી થઇ છે. સાથે જ બજાર સમિતિનાં ગોડાઉનોની સંગ્રહ ક્ષમતા પણ 4.33 લાખ મેટ્રીક ટનથી વધીને 13.46 લાખ મેટ્રીક ટન જેટલી થઇ છે.

રાજ્યમાં દૂધ મંડળીઓની સંખ્યા વધીને 16,000 સુધી પહોંચી: દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાત સરકારે રાજ્યના દૂધ સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા 10,636 જેટલી હતી, જે આજે વધીને 16,834 જેટલી થઇ છે. સાથે જ દૂધ સંઘ પણ બે દાયકામાં 12 થી વધીને 23 થયા છે, જેના પરિણામે ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન પણ 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર સુધી પહોંચ્યું છે. રાજ્યના ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનું ટર્નઓવર જે પહેલા રૂ. 2,366 કરોડ હતું, તે આજે વધીને રૂ.61,000 કરોડ થયું છે. દૂધ ઉત્પાદનમાં સતત પ્રગતિ કરી રહેલા ગુજરાત રાજ્યમાં પશુપાલકો પાસેથી દૂધ ખરીદીના સરેરાશ ભાવમાં પણ અધધ 300 ટકા જેટલો વધારો આવ્યો છે અને પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યા છે.

ખેડૂતોના પાક ધિરાણના વ્યાજ સહાય પેટે રૂ. 877 કરોડ ચૂકવાયા:ગુજરાત સરકારે હંમેશા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓની પડખે રહીને તેનો ખેડૂત હિતલક્ષી અભિગમ સ્પષ્ટ કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને કોઇપણ વ્યાજ વિના પાક ધિરાણ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો, તેના પરિણામે ખેડૂતોના ભારણમાં મોટો ઘટાડો આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2014-15માં ખેડૂતોના પાક ધિરાણની વ્યાસ સહાય તરીકે રૂ. 125 કરોડનો ખર્ચ કર્યો હતો. જેની સામે વર્ષ 2022-23 માં રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાજ સહાય પેટે કુલ રૂ. 1612 કરોડ જેટલો ખર્ચ કર્યો હતો. ખેડૂતોના પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે વર્ષ 2024 -25માં અત્યાર સુધીમાં રૂ. 877 કરોડની ચૂકવણી કરાઈ છે.

રાજ્યના કેટલાક ખેડૂતો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડીનું વાવેતર કરી રહ્યા છે. આવા ખેડૂતો પોતે સહકારી ધોરણે સુગર ફેક્ટરી ચલાવે તે માટે રાજ્યમાં કેટલીક સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાં ખેડૂતોને ઉત્પાદન સામે વર્ષ 2002 માં રૂ. 790 થી રૂ. 1049 જેટલાં ભાવ ચૂકવવામાં આવતાં હતાં. આજે આ ખેડૂતોને ઉત્પાદન સામે રૂ. 2030 થી રૂ. 3961 જેટલા ભાવ ચૂકવવામાં આવે છે.

  1. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ કુલ 1,67,800થી વધુ લાભાર્થીઓનું ધિરાણ કરાયુંં મંજૂર - Atmanirbhar Gujarat Sahay Yojana
  2. ખેડૂતો માટે આવી રહી છે મોટી યોજના, આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે અમિત શાહ કરશે લોન્ચ - International Day of Cooperatives

ABOUT THE AUTHOR

...view details