ગાંધીનગરઃગુજરાત વિધાનસભાનું સત્ર આગામી મહિનાની 19મીથી શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. જેની શરૂઆત 19મી ફેબ્રુઆરીથી થશે અને આ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 20મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે.
ગુજરાતનું થશે બજેટ જાહેરઃ 19મીથી સત્ર શરૂ 20મીએ બજેટ, જાણો સમગ્ર વિગતો - GUJARAT ASSEMBLY SESSION 2025
રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના સત્રનું આહ્વાનકરાયું...
Published : Jan 20, 2025, 8:52 PM IST
ઉલ્લેખનીય છે કે આ સત્રમાં બજેટના દિવસ પર સહુની મીટ મંડાશે, જેમાં સરકાર દ્વારા કઈ કઈ ખાસ જાહેરાતો કરવામાં આવે છે અને શું નવું આપવામાં આવે છે તે અંગે જાણકારી સામે આવશે. આ સાથે આપને અહીં એ પણ જાણકારી આપી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે.
તેમણે આ અંગે આહ્વાન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 174 ખંડ (1)થી મળેલી સત્તાની રુએ, હું આચાર્ય દેવવ્રત, ગુજરાતના રાજ્યપાલ, આથી બુધવાર તા. 19મી ફેબ્રુઆરી, 2025ના રોજ બપોરે 12.00 વાગ્યાથી ગાંધીનગરમાં આવેલા વિધાનસભા ગૃહમાં ગુજરાત વિધાનસભાને સત્ર માટે આહ્વાન કરું છું.