અમદાવાદઃ હરિયાણા વિધાનસભામાં સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપે 48 બેઠકો જીતી છે. કોંગ્રેસે 37 ધારાસભ્યો, INLDના 2 અને ત્રણ અપક્ષ ધારાસભ્યો જીત્યા છે. અત્યાર સુધીના જાહેર પરિણામો મુજબ ભાજપ પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલ ખુદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સીધા હરિયાણા ગયા અને જનતા પાસે વોટ માંગ્યા. પરંતુ સ્કોર શૂન્ય રહ્યો. પણ અહીં આ સ્થિતિને જોતા ગુજરાત આપના નેતા ગોપાલ ઈટાલિયા પણ નિરાશ તો થયા હતા.
શું લખ્યું હાંસી ઉડાવનારા લોકો માટે?
ગોપાલ ઈટાલિયા પોતાના આક્રમક શબ્દોને કારણે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની ચુક્યા છે. હાલમાં આવેલા પરિણામો પછી તેમણે પોતાના x એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું કે, "હરિયાણાના ચૂંટણી પરિણામોને લઈને જે પણ ભાજપનો કોઈપણ માનસિક રીતે બીમાર અંધ ભક્ત જે મારી અને આમ આદમી પાર્ટીની મજાક ઉડાવી, ગાળો દેવા માગતો હોય, તે તમામ માનસિક રીતે બીમાર ભાજપીઓ આ ટ્વીટ પર 1 વાગ્યાથી મને ગાળો દઈ, હાંસી ઉડાવી, પોતાની ગંદકી ફેલાવી વિકૃત આનંદ લઈ શકે છે."
ઈટાલિયાએ આપી શુભેક્છાઓ
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ઉમેદવારોને હવે ધારાસભ્ય બનવા બદલ શુભેચ્છાઓ પણ આપી હતી. તેમણે લખ્યું હતું કે, પાંચ રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો બનવા બદલ તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓને શુભેચ્છાઓ.
- સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે મૃત નવજાત મળ્યાં, સારવાર માટે આવેલી મહિલાને અધુરે મહિને ગર્ભપાત
- 'સહાબ જેલ ભેજ દો... પુલીસ બહુત મારતી હૈ'- વડોદરા ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ, લાગ્યા 'પોલીસ જીંદાબાદ'ના નારા