ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુણોનો ભંડાર 'હળદર', ભાવનગરના આ શિક્ષિત ખેડૂત કરે છે શેલમ હળદરની ખેતી - CULTIVATION OF SHELLAM TURMERIC

હળદરમાં ઘણા ઔષધિય ગુણો રહેલા છે. ત્યારે ભાવનગરમાં રહેતા એક શિક્ષિત ખેડૂતે શેલમ હળદરની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.

ભાવનગરના વાળુકડ ગામના શિક્ષિત ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે.
ભાવનગરના વાળુકડ ગામના શિક્ષિત ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે. (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 6:46 PM IST

ભાવનગર: આજના આધુનિક સમયમાં લોકોની ભાગદોડવાળી જિંદગીને લીધે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકારી દાખવે છે. ત્યારે કોરોનાકાળમાં લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા કરી કરી દીધા હતા. શરીર માટે રોગ પ્રતિકારક શક્તિ કેટલી જરુરી છે. તે માટે જાગૃત કરી દીધા હતા. ત્યારે ખેડૂત પણ એટલો જ જાગૃક બન્યો છે. ભાવનગરના એક શિક્ષિત ખેડૂત કે જેઓ શેલમ હળદરની ખેતી કરે છે. આ સાથે બજાર ભાવે તેનું વેચાણ પણ કરે છે. હળદર રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે. ત્યારે હળદરની ખેતી અને ફાયદાઓ વિશે જાણો વિશેષ અહેવાલમાં.

આ સમયમાં હળદરની ખેતીનો કર્યો પ્રારંભ: ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે રહેતા અને પોતે શિક્ષક સાથે ખેડૂત એવા શિક્ષિત ખેડૂત શૈલેષ રાઠોડે જણાવ્યું કે, હું છેલ્લા 4 વર્ષથી હળદરની ખેતી કરું છું અને અડધા પોણા વીઘાની અંદર એટલે કે 40 ગુંઠાની અંદર હળદરની ખેતી કરુ છું. મને આ ખેતી કરવાનો વિચાર કોરોનાકાળમાં આવ્યો હતો. એ સમયમાં મોટા ભાગે લોકો હળદર જેવી ઔષધિનો પ્રયોગ કરતા હતા. જેના અનેક ફાયદાઓ છે અને તેના કારણે ઘણા લોકોના જીવ પણ બચ્યા હતા. હળદરની અંદર રહેલા તત્વને કકર્યુમિન કે કુરકમન કહેવામાં આવે છે.

ભાવનગરના વાળુકડ ગામના શિક્ષિત ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે. (Etv Bharat Gujarat)

કકર્યુમિન તત્વ કેન્સર રોગ સામે અસરકારક: શિક્ષિત ખેડૂત શૈલેષભાઈએ વધુમાં જણાવ્યું કે, હળદરમાં કર્ક્યુમિન નામનું ફાયદાકારક તત્વ રહેલું છે. જે કેન્સર સહિતના રોગો સામે ઘણો ફાયદો આપે છે. ત્યારે મને આ વિચાર આવ્યો કે, આપણે હળદરની રસાયણ મુક્ત ખેતી કઈ રીતે કરવી અને એ બીજથી આ ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. જેને 4 વર્ષ થયા છે.

ભાવનગરના વાળુકડ ગામના શિક્ષિત ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે. (Etv Bharat Gujarat)

આ જાતની છે હળદર: ખેડૂત શૈલેષભાઈએ કહ્યું કે, અમે જે હળદરની ખેતી કરીએ છીએ. તે શેલમ જાતની હળદર છે. જે પીળા કલરની વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એમાં કકર્યુમિન નામનું તત્વ પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગના રસોડાઓમાં આ જ હળદર વપરાતી હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘણી વખત લીલી હળદર પણ શિયાળાના સમયમાં અમે વેચવા કાઢીએ છીએ. જેનો ભાવ 40 થી 50 રૂપિયે કિલો મળતો હોય છે.

ભાવનગરના વાળુકડ ગામના શિક્ષિત ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે. (Etv Bharat Gujarat)

હળદર પાઉડર બનાવવાની પદ્ધતિ: ખેડૂત શૈલેષભાઈએ જણાવ્યું કે, આ હળદર ફેબ્રુઆરી મહિનામાં પરિપક્વ થાય છે અને પાકે છે. ત્યારે અમે આ હળદરને જમીનમાંથી કાઢીને સાફ કરીએ છીએ. ત્યારબાદ એની ચિપ્સ પાડવામાં આવે છે. હળદરનો પાવડર 2 પદ્ધતિઓથી કરવામાં આવે છે. એક પદ્ધતિ હળદરને ગરમ કરીને ગરમ પાણીમાં બાફીને એનો પાઉડર બનાવવામાં આવે છે. જે મોટા ભાગે બજારમાં મળતો હોય છે. બીજી પદ્ધતિ હળદરને જમીનમાંથી કાઢી સાફ કરીને એની સુકવણી કરીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. હળદરના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગો સામે લડવાની તાકાત મળે છે.

ભાવનગરના વાળુકડ ગામના શિક્ષિત ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે. (Etv Bharat Gujarat)

પાઉડરના ભાવ કરતા માતૃગાંઠનો 4 ગણો ભાવ: ખેડૂત શૈલેષભાઈએ જણાવ્યું કે, મેં 1 કિલોનો 250 રૂપિયા રાખ્યો હતો. ગયા વર્ષે હળદરનો ભાવ 300 રૂપિયે એક કિલોગ્રામ રાખ્યો હતો. પ્રથમ વર્ષે 50 કિલો, બીજા વર્ષે 88 કિલો હળદરમાંથી પાઉડર મળ્યો હતો. ગયા વર્ષે 145 કિલો પાઉડર હળદરમાંથી બનાવ્યો હતો. આ વર્ષે પણ કદાચ 100 કિલો પાઉડર થશે. કારણ કે, હળદરની માતૃગાંઠ 10 મણ વેચી નાખી છે. માતૃગાંઠના 800 થી 1000 કિલોએ વહેચાય છે.

હળદરને બાફવા કરતા સૂકવણી કરેલી હળદર શ્રેષ્ઠ: ખેડૂત શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, હળદરને પાણીમાં બાફતા ઉચ્ચ તાપમાનના લીધે તેમાંથી પોષક તત્વો છૂટા પડી જાય છે. જ્યારે હળદરમાંથી પાઉડર બનાવવામાં આવે છે ત્યારે તેમાં ગરમી આવતી નથી. અમે આ હળદરની ચિપ્સ પાડીને તેને સૂકવીએ છીએ અને પછી સુકાઈ ગયા બાદ એનો પાવડર બનાવીએ છીએ.

શેલમ હળદરમાં કકર્યુમિન તત્વ અસરદાર: જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો ચંદ્રમણીએ જણાવ્યું હતું કે, શેલમ પ્રજાતિની હળદરમાં કકર્યુમિન તત્વ ખૂબ જ અસરકારક છે. આ હળદરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ એન્ટી ઇમફ્રામેન્ટી છે, એટલે હળદરના સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ હળદરમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટને લીધે કેન્સર જેવા રોગો સામે અસરકારક સાબિત થાય છે. આ ગુણના કારણે શેલમ હળદર પ્રખ્યાત છે.

આ પણ વાંચો:

  1. પિઝા-બર્ગરને ટક્કર આપે તેવી વટાણા, ગાજર અને અડદની વાનગીઓ, ભાવનગરની વાનગી સ્પર્ધામાં ચટાકેદાર ડિશો
  2. ભાવનગરમાં મહિલા ડૉક્ટરને ઝડપવા આરોગ્ય વિભાગની CID જેવી કામગીરી, શું છે સમગ્ર કિસ્સો જાણો

ABOUT THE AUTHOR

...view details