અમદાવાદ: પટાવાળાની દીકરી બારૈયા ધ્વનિ 94.66 ટકા મેળવ્યા છે. ETV ભારત સાથે વાત કરતાં ધ્વનિએ જણાવ્યું કે હું મારા પરિણામથી ખુબજ ખુશ છું. હું મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનું છું કે તેમણે અમારી પાછળ આટલી મહેનત કરી. મારા મમ્મી 20 વર્ષથી આજ શાળામાં કામ કરે છે અને મને ખૂબ મહેનત કરીને ભણાવી છે. મને ઘણો જ સપોર્ટ કર્યો છે. જેના થકી આજે હું સારા મુકામ પર પહોંચી છું. મારા સંસ્કૃતમા 100માથી 100 માર્કસ આવ્યા છે. ધાર્યા કરતાં સારું પરિણામ મેથ્સમાં સારા માર્કસ આવ્યા છે. મેં પહેલાથી ધાર્યું હતું કે મારે A1 ગ્રેડ લાવવો છે અને મારું સપનું સાકાર થયું. સાયન્ય માં B ગ્રુપ લઈને મારે ડોક્ટર બનવું છે.
શાળામાં પ્યૂન માતાની દીકરી ધો.10માં 94.66 ટકા લઈ આવી, દિકરીએ કહ્યું ડોક્ટર બનવું છે... - Class 10 Board Exam Result 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. ત્યારે અમદાવાદની HB કાપડિયા શાળામા પટાવાળાની નોકરી કરતા માતાની દીકરી ધ્વનિએ 94.66 ટકા મેળવીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. Class 10 Board Exam Result 2024
Published : May 11, 2024, 8:58 PM IST
|Updated : May 11, 2024, 9:04 PM IST
ધ્વનિના મમ્મીએ જણાવ્યું કે મારી દીકરીએ આજે સફળતા પ્રાપ્ત કરી છે. હું ખૂબ જ ખુશ છું. હું 20 વર્ષથી HB કાપડિયા શાળામાં કામ કરું છું અને મારી દીકરી પણ આ જ શાળામાં ભણે છે. હજુ જો તે આગળ મહેનત કરશે તો હું પણ તેને ભણાવવા માટે ડબલ મહેનત કરીશ. મારી દીકરી દસમા ધોરણમાં સારા માર્કસથી પાસ થાય તે માટે મેં ખૂબ જ ધ્યાન રાખ્યું છે. રાત દિવસ ઉજાગરા કર્યા છે. આજે મારી 20 વર્ષની મહેનત લેખે લાગી છે. હું ઈચ્છું છું કે મારી દીકરી ખૂબ આગળ વઘે.