ભાવનગર: ભાવનગરના આંગણે 2019 પછી 2025માં નેશનલ કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થવા પામ્યું છે. 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં દરેક રાજ્યમાંથી સેનાની અને રેલવેની ટીમોએ ભાગ લીધો છે. જો કે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ અને સિલેક્શન કમિટી નવા ખેલાડીઓની પસંદગી માટે ભાવનગર આવી પહોંચી હતી.
ભાવનગર શહેરમાં 74 મી સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલી ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી પસંદગીની ટીમ પણ આવી પહોંચી હતી. ત્યારે બાસ્કેટબોલના ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવે પણ હાજરી આપીને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી હતી.
ભાવનગર કેમ કરાયું પસંદ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 74 નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું ભાવનગર ખાતે આયોજન થઈ રહ્યું છે. એમાં ટોટલ 57 થી 58 ટીમોએ ભાગ લીધો છે અને સમગ્ર ભારતને દરેક રાજ્યની ટીમો અને સર્વિસઝ ટીમ અને રેલવે ટીમ પણ આમાં ભાગ લેતી હોય છે. 2019 પછી 2024/25માં ભાવનગરને ફાળવી, ગુજરાતને ફાળવી છે. ગુજરાતમાંથી પછી ભાવનગરને ફાળવવામાં આવી છે, કારણ કે ભાવનગર એક સરસ બાસ્કેટબોલનું મજાનું હબ છે. સાથે ભાવનગરમાં ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યું છે, કદાચ ગુજરાતનું નંબર વન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે ગુજરાતમાં ભાવનગરને આ ઇવેન્ટ ફાળવવામાં આવી છે કે તેનું સરસ મેનેજમેન્ટ થઈ શકે. અત્યારે મેન્સ સેક્શનમાં તામિલનાડુ,પંજાબ, રેલવે, કર્ણાટક આ બેસ્ટ ટીમો છે. અને ગર્લ્સ વિભાગમાં પણ કેરળ, ઇન્ડિયન રેલવે અને કર્ણાટક અને ગુજરાત પણ સારી ટીમ છે.
રાષ્ટ્રીય ટીમ પસંદગી માટે ભાવનગર આવી
ભાવનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ચાલતી ચેમ્પિયનશિપમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ કુલવિંદરસિંહ ગીલ પણ આવી પહોંચ્યા હતા. સાથે રાષ્ટ્રીય ટીમના ખેલાડીની પસંદગી કરવાની ટીમ પણ આવી પહોંચી હતી. કુલવિંદરસિંહે જણાવ્યું હતું કે, સિનિયર લેવલની ઓથોરાઈઝ સૌથી મોટી આ ચેમ્પિયનશિપ છે. જેમાં સેનાની ટીમ, રેલવેની ટીમ અને દરેક પ્રદેશોની ટીમ છે. આ ચેમ્પિયનશિપ પર પ્રોબેબલ પ્લેયરની પસંદગી થશે તે માટે એક પસંદગી ટીમ પણ અહીંયા હાજર છે.