ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીના પાકમાં થ્રીપ્સ રોગ દેખાતા ખેડૂતો ચિંતિત, ખેતીવાડી અધિકારીએ નિયંત્રણ માટે આપ્યા સૂચનો - AMRELI FARMERS

આ થ્રીપ્સનું નિયંત્રણ કરવામાં ન આવે તો ડુંગળીમાં 50% જેટલું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેથી ખેડૂતોને આખરે નુકસાની વેઠવાનો વારો આવે છે.

ડુંગળીના પાકમાં થ્રીપ્સ રોગથી ખેડૂતો ચિંતિત
ડુંગળીના પાકમાં થ્રીપ્સ રોગથી ખેડૂતો ચિંતિત (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2025, 5:17 PM IST

અમરેલી:અમરેલી જિલ્લામાં રવિ પાકમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે અને ડુંગળીના વાવેતરમાં હાલના સમયે ગાંઠ બંધાવાની શરૂઆત થઈ છે. ત્યારે ડુંગળીના પાકમાં થ્રીપ્સ નામનો રોગ આવ્યો છે. પાકમાં રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

થ્રીપ્સ રોગથી ડુંગળીમાં ઉત્પાદનમાં થઈ શકે નુકસાન
ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે, અને ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં હાલ મોસમને આધારિત આ ડુંગળીના પાકમાં રોગ આવ્યો છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો આ થ્રીપ્સનું નિયંત્રણ કરવામાં ન આવે તો ડુંગળીમાં 50% જેટલું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેથી ખેડૂતોને આખરે નુકસાની વેઠવાનો વારો આવે છે.

ડુંગળીના પાકમાં થ્રીપ્સ રોગથી ખેડૂતો ચિંતિત (ETV Bharat Gujarat)

રોગ નિયંત્રણ માટેના પગલાં
ભાવેશભાઈ પીપળીયાએ થ્રીપ્સના રોગ બાબતે ઉપાયો જણાવતા જણાવ્યું કે, નિયંત્રણ કરવા માટે ડુંગળીના પાકને આજુબાજુ ઘાસ જે હોય છે, જેને નિંદામણ કહેવામાં આવે છે. તે નિંદામણ દૂર કરવી જોઈએ અને ડુંગળીને નિંદામણ મુક્ત રાખવી જરૂરી છે.

ડુંગળીમાં વાવેતર સમયે બીજને યોગ્ય માવજતથી પટ આપવો જરૂરી છે. જાહેર (દવાનું નામ) 20% 0.15 એસી 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે. તો સાથે જ વધુ પ્રમાણમાં રોગ દેખાય તો ફ્રી પોનિલ 5 ટકા એસસી અને 40 મિલી પ્રતિ હેક્ટરે 200 લીટર પાણીમાં દ્રાવણ બનાવી અને 15 દિવસના અંતરે છટકાવ કરવો જરૂરી છે. જેથી રોગ નિયંત્રણ કરી શકાય છે અને આખરે તો વધુ પ્રમાણમાં રોગ દેખાય તો નજીકના એગ્રો સેન્ટર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા ખેતીવાડી અધિકારીની મુલાકાત મેળવી અને નિયંત્રણ કરી શકાય છે. તો સાથે જ રેજન્ટ જોબ સોલો મેન જેવી દવાનો છંટકાવ કરવાથી રોગ નિયંત્રણ કરી શકાય છે.

ડુંગળીના પાકમાં થ્રીપ્સ રોગથી ખેડૂતો ચિંતિત (ETV Bharat Gujarat)

અમરેલીમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર
અમરેલી જિલ્લામાં ડુંગળીનો વાવેતર સૌથી વધુ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂત મગનભાઈએ જણાવ્યું કે, પોતે 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે. પરંતુ હાલના સમયે વાતાવરણને લઈને ડુંગળીમાં રોગ જોવા મળી રહ્યો છે અને આ રોગ નિયંત્રણ કરવા માટે ખેડૂતો મહેનત કરી રહ્યા છે. પરંતુ આ રોગ નિયંત્રણમાં ન હોવાથી પોતાના દ્વારા ખેતીવાડી અધિકારીને રોગ સાથે એક પાન લઇને મળવા ગયા હતા અને બાદમાં ખેતીવાડી અધિકારી દ્વારા આ રોગ નિયંત્રણ માટેના જરૂરી સૂચનો જણાવ્યા હતા. જે મુજબ નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી સમયમાં આ રોગ નિયંત્રણ થઈ જશે અને વધુ સારું ઉત્પાદન મળશે.

આ પણ વાંચો:

  1. સૌરાષ્ટ્રમાં લસણના ભાવમાં કડાકો, નજીવા ભાવ મળતા અમરેલી પંથકના ખેડૂતો નિરાશ
  2. વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શંકરના શિવલિંગ પર, ચડાવવામાં આવે છે જીવતા કરચલા

ABOUT THE AUTHOR

...view details