અમદાવાદઃ ઉત્તરાયણમાં ઉંધિયું, જલેબી ખાવા, શેરડી, ચિક્કીની મોજ માણવી, સટાસટ પતંગ ચગાવવી અને મ્યૂઝિક સાથે ઝૂમવું તહેવારની રોનક અહીં જરૂર દેખાય છે પરંતુ પ્યાસીઓ માટે જાણે આ તહેવાર વધુ એક બહાનું વધુ સારા શબ્દમાં કહીએ તો 'ઓકેશન' બની જાય છે. ઉત્તરાયણમાં દારુની રેલમછેલ ના થાય તેવા હેતુથી પોલીસ ઘણી કામગીરી કરતી હોય છે અને આ કામગીરી દરમિયાન તેમને કેટલાક વિચિત્ર અનુભવ પણ થતા હોય છે. આવો જ એક અનુભવ અમદાવાદની વટવા પોલીસને પણ થયો છે. જેમાં પોલીસની સામે જ ગુજરાતની વરવી વાસ્તવિક્તાનો બુટલેગરે ઉલ્લેખ કરી દીધો છે. તેની વિગતે વાત કરીએ...
પ્રારંભીક જાણીએ કે ઘટના શું છે. જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. ઝાલા, પીએસઆઇ એ.બી. ગંધા તથા સ્ટાફના હે.કો. ધર્મદીપસિંહ, અશોકભાઈ, પો.કો. દિલીપભાઈ, રાજદીપસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમને મળેલી માહિતી પ્રમાણે ફુરકાન અહેમદબેગ અમીરબેગ (મિર્ઝા) રહે. અજીમ પાર્ક, સૈયદવાડી પાછળ, મુરલીધર સોસાયટી, વટવા, અમદાવાદ શહેરના ઘરે રેડ કરવામાં આવી હતી.
રેડની કાર્યવાહી દરમિયાન પોલીસને અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારુ ભરેલી બોટલ નંગ 516 કિંમત રૂ. 2,58,000/- ના મુદામાલ મળ્યો હતો અને પોલીસે આ માલ સાથે તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગુુજરાત ઓફસેટ, વટવા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ-96 કિંમત રૂ. 7680/- ના મુદામાલ સાથે અન્ય આરોપી ઉસ્માન ઉફે કાસમ સુલેમાનભાઇ જાતે-શૈખ ઉવ. 38 રહે. બાબુલાલ-2 ચા વાળાની બાજુમાં, વોરાજીના ફ્લેટ સામે, નારોલ, અમદાવાદ શહેરને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આમ, વટવા પોલીસ દ્વારા બે આરોપીઓ પાસેથી માતબર રકમનો વિદેશી દારૂનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો અને કાયદાની વિધિ પ્રમાણે તેમની સામે ફરિયાદ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પણ અહીં આ કાર્યવાહીમાં બુટલેગર પાસેથી પોલીસને શું જાણવા મળ્યું તે પણ જાણીએ.