ખેડા: ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે નડિયાદના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી મહિલાની સફળતાપુર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. એસ.ડી.આર.એફની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્રની ઉમદા કામગીરીથી બાળક અને માતા બન્ને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષિત છે.
મહિલાને વરસાદી પાણીમાંથી લઈ જવાઈ (Etv Bharat Gujarat) ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક ખડે પગે કામગીરી કરીને લોકોને પાયાની જરૂરિયાતો અને સવલતો પુરી પાડી રહ્યું છે. જેમાં નડિયાદ તાલુકાનાં મોકમપુરા ગામ ખાતે એક ગર્ભવતી મહિલાને એસ.ડી.આર.એફની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્રની સંયુકત કામગીરીથી પૂરની સ્થિતિમાં સફળતાપુર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. હાલ બાળક અને માતા બન્ને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત છે.
મહિલાને વરસાદી પાણીમાંથી લઈ જવાઈ (Etv Bharat Gujarat) ગામમાં પાણી ભરાયેલ હોવાથી પ્રસૂતાને બહાર લાવી શકાયા નહોતા
નડિયાદના મોકમપુરા ગામના હિનાબેન વિશાલભાઈ રાવળને 27 ઓગસ્ટના રોજ પ્રસૂતિનો દુખાવો થયો હતો.જેને લઈ તેમના પતિએ આરોગ્ય કર્મચારીને ટેલિફોનિક જાણ કરી હતી. જે માટે આરોગ્ય અને આશા કર્મચારીઓ દ્વારા તેમને ગામ બહાર લાવવા પ્રયાસો કરેલ પણ ગામમાં પાણી ભરાયેલ હોવાથી હિનાબેનને બહાર લાવી શકાયા ન હતા.
ભારે વરસાદને કારણે ઠેરઠેર ભરાયા પાણી (Etv Bharat Gujarat) હોડી મારફતે તાત્કાલિક મદદ માટે પહોંચ્યા
સમગ્ર સ્થિતિ બાબતે જાણ કરવામાં આવતા એસ.ડી.આર.એફ (સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ)ની ટીમ અને પીએચસી અરેરા સહિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ 108 એમ્બુલન્સની ટીમ લઈ હોડીના માધ્યમથી મોકમપુરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં હિનાબેનને સફળતાપુર્વક પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ હિનાબેન રાવળને 108 એમ્બુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ હિનાબેન અને તેમનું બાળક બન્ને સ્વસ્થ છે.
મહિલાને વરસાદી પાણીમાંથી લઈ જવાઈ (Etv Bharat Gujarat) - વડોદરામાં સતત ત્રીજા દિવસે પાણીમાં ગરકાવ: શહેરીજનોમાં પાાણી સાથે મગરનો ડર - rain update in vadodara
- સુરતમાં નરોલી હાઇવે પરના બ્રિજ પર ખાડાઓની ભરમાર, વાહન ચાલકોને ભારે હાલાકી! - rain update in surat