ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળના દેગડીયા ગામે દીપડાએ મહિલાનો કર્યો શિકાર, ગામમાં ભયનો માહોલ - Leopard attack in Surat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામે ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે ઘરના વાડામાં શૌચક્રિયા કરવા બેઠેલી મહિલા પર અચાનક દીપડો ત્રાટક્યો હતો અને મહિલાને શિકાર બનાવી હતી. દીપડાના હુમલામાં મોતને ભેટલી મહિલાના પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. જ્યારે સમગ્ર ગામમાં પણ શોક સાથે ભયનો માહોલ છવાય ગયો છે. Leopard attack

માંગરોળના દેગડીયા ગામે દીપડાએ મહિલાનો કર્યો શિકા
માંગરોળના દેગડીયા ગામે દીપડાએ મહિલાનો કર્યો શિકા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 7:01 AM IST

માંગરોળના દેગડીયા ગામે દીપડાએ મહિલાનો કર્યો શિકાર (Etv Bharat Gujarat)

સુરત: સુરતના ગ્રામ્ય અને છેવાડાના જિલ્લામાં દીપડાઓની દહેશત વધી રહી છે, ત્યારે એક દીપડાએ મહિલાનું મારણ કર્યુ હોવાની ઘટના સામે આવે છે. માંગરોળ તાલુકાના દેગડીયા ગામના મંદિર ફળિયામાં રહેતા 40 વર્ષીય ગીતાબેન રવીયાભાઈ વસાવા નામના મહિલા ગુરુવારે રાત્રે રાત્રિના 10 વાગ્યે ઘરના વાડામાં શૌચક્રિયા કરવા માટે ગયા હતા, અને ત્યારબાદ તેઓ પરત ઘરે આવ્યા ન હતા.

માંગરોળના દેગડીયા ગામે દીપડાના હુમલામાં મહિલાનું મોત (Etv Bharat Gujarat)

સવારે ઘરના સભ્યોએ ગીતાબેનની શોધખોળ કરી હતી અને તેઓ ગુમ થયા અંગેની જાણ ફળિયાના લોકોને કરવામાં આવતા ફળિયાના રહીશો તેમજ અન્ય લોકોએ તપાસ કરતા ગીતાબેનનની લોહી વાળી ઓઢણી મળી આવી હતી અને લોહીના ડાઘા મળી આવ્યા હતા.

દીપડાએ મહિલાનો શિકાર કરતા લોકોમાં ભય (Etv Bharat Gujarat)

આ ઉપરાંત લોકોને દીપડાના પગના પંજાના નિશાન જોવા મળતા દીપડો મહિલાને લઈ ગયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, વધુ શોધખોળ કરતા 300 મીટર દૂર આવેલા ખેડૂત અતુલભાઇ પટેલના ખેતર માંથી ગીતાબેનની લાશ મળી આવી હતી. ઘટના અંગેની જાણ વાંકલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ માંગરોળ પોલીસ પણ સાથે પહોંચી હતી.

મૃતક વિધવા મહિલાની એકની એક દીકરી થઈ નોધારી (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, દીપડાના હુમલામાં મોતને ભેટેલા 40 વર્ષીય મૃતક મહિલા માંગરોળ તાલુકાના દેગડીયા ગામના મંદિર ફળિયામાં રહેતા હતાં. તેમનું નામ ગીતાબેન રવીયાભાઈ વસાવા હતું અને તેમની એક પુત્રી છે જેનું નામ અશ્વિનાબેન વસાવા છે. બંને માતા-પુત્રી તેમની એક બહેન જીનલ વસાવા સાથે રહેતા.

  1. સુરતના ચોર્યાસી ગામે દીપડાના આંટાફેરા, લાકોમાં ભયનો માહોલ - Leopard walk in the farm
  2. નવસારીના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ - navasari news

ABOUT THE AUTHOR

...view details