સુરતઃ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી પવિત્ર સબંધોને ડાઘ લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઇને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પોતાના જ નાના ભાઈની ફૂલ જેવી દીકરી કે જે મોટા પપ્પા કે દાદા દાદા કહીને બોલાવતી હતી, તે જ નરાધમે આ પાંચ વર્ષીય બાળા પર નજર બગાડી હતી અને પોતાની હવસનો શિકાર બનાવી પીંખી નાખી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો હતો.
સુરતના કાપોદ્રામાં પાંચ વર્ષની બાળકી પર તેના મોટા પપ્પાએ જ દુષ્કર્મ આચર્યાની FIR, થઈ ધરપકડ - girl rape in Surat
બાળકો પર દુષ્કર્મની ઘટનાઓમાં ઘણી વખત એવું થતું હોય છે કે તેમાં આરોપી બાળક કે બાળકીને ઓળખતા હોય છે. આવી ઘટનાઓ સમાજના માટે ઘણી પીડાદાયી હોય છે. - Girl Rape in Surat
Published : Sep 20, 2024, 10:23 PM IST
માતા બહારગામ જતા બાળકીને સાચવવા આપી ગઈઃ હવસ સંતોષવા નરાધમો દરેક હદ પાર કરી દેતા હોય છે. હવસખોરો ઘણી વાર નાની બાળકીઓને શિકાર બનાવતા હોય છે. પરિણામ શું આવશે એ ભૂલી જઈ પોતાની હવસ સંતોષતા હોય છે. ત્યારે કાળજું કંપાવતી ઘટના વધુ એક સુરતમાંથી સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવી જ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં એક શ્રમજીવી પરિવારના મોટા ભાઈએ પોતાના જ નાના ભાઈની પાંચ વર્ષની માસુમ ફૂલ જેવી દીકરી પર પર જ નજર બગાડી દીધી હતી. માસૂમ બાળકીની માતા બહાર ગામ ગઈ હોવાથી બાળા મોટા પપ્પાના ઘરે રમવા ગઈ હતી. એ દરમિયાન એકલતાનો લાભ લઈ હવસખોર 65 વર્ષીય આધેડ દાદા ઉર્ફે મોટા પપ્પાએ થોડીક પણ શરમ કે વિચાર કર્યા વગર દાખવ્યા વગર ફૂલ સમાન બાળકી પર નજર બગાડી હતી અને બાળકીને હવસનો શિકાર બનાવી હતી.
કડક કાર્યવાહી કરવાની માગઃ ભોગ બનનાર બાળકીની માતા બહાર ગામથી ઘરે પરત ફરતા બાળકીએ ધ્રુજતા શરીરે સમગ્ર કૃત્ય અંગેની જાણ તેની માતાને કરી હતી. જેને લઇને બાળાને તબીબી તપાસ માટે નજીકના દવાખાને લઇ જવાઇ હતી. જેને લઇને સમગ્ર ઘટના અંગેની હકીકત બહાર આવી હતી અને બાળકીના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર બળાત્કારી 65 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. હવસખોર આધેડ પર કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.