પોરબંદર: કર્લીપુલ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા સાજન ડાભી નામના એક શખ્સે તેની 48 વર્ષીય પત્ની સંગીતાબેનની હત્યા કરી નાખી છે. સાજન દારૂ પીતો હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા.અને તે દરમિયાન ગઈકાલે અચાનક સામાન્ય બાબતે ઝઘડો કરી સંગીતાનો પતિ સાજન ક્રૂર બની ગયો હતો.અને તેમની બોથડ પદાર્થ વડે હત્યા કરી નાખી હતી.
દારૂડિયા પતિએ કરી પત્નીની ક્રૂર હત્યા : પ્રાપ્ત મહિતી અનુસાર 7 એપ્રિલ 2024ના રોજ રાતે કર્લી પુલ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક પરિવારમાં દારૂ પીવાની ટેવવાળો સાજન સામાન્ય બાબતે તેની પત્ની ઉપર ઉશ્કેરાઈ ગયો હતો. બોથડ પદાર્થ વડે તેણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે માહિતી મળતા જ એએસપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કબલાબાગ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. તેમજ આરોપી સામે ગુનો નોંધવાની અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી તત્કાલ શરૂ કરાઇ હતી. એટલું હાલ સ્પષ્ટ થયું છે,પરંતુ ઘટના આસપાસની અનેક ચોક્કસ બાબતો પર પોલીસની હાલ તપાસી રહી છે.