ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સત્તાવાર માહિતી અનુસાર 24 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ 23 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ઉપરાંત આ વાયરસના કારણે કુલ 10 મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે.
ચાંદીપુરા વાયરસના કુલ કેસ :ગુજરાતના આરોગ્ય વિભાગના અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 24 જુલાઈ સુધી ચાંદીપુરા વાયરસના 23 પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. સાથે જ રાજ્યભરમાં લક્ષણોના આધારે કુલ 121 કેસ નોંધાયા છે. ગુજરાત બહારના 6 કેસ છે, જેમાં 3 રાજસ્થાન, 2 મધ્યપ્રદેશ અને 1 મહારાષ્ટ્રના કેસનો સમાવેશ થાય છે. અમે તમામ ડોક્ટરો અને ફીલ્ડ સ્ટાફને તૈયાર કર્યા છે. એકંદરે અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે, જેમાંથી ચાંદીપુરા વાયરસના કારણે 10 મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
આરોગ્ય વિભાગની કામગીરી :મુખ્યમંત્રી દ્વારા એક બેઠક યોજીને નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જે ગામડાઓમાં નબળા મકાનો છે ત્યાં સેન્ડફ્લાય માખી દ્વારા રોગ ફેલાય છે. મેલાથીઓન પાવડરની સેન્ડફ્લાયને મારી શકાય છે. આથી 4,300 થી વધુ ગામોના મકાનોમાં મેલેથીઓન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે જ 1000 થી વધુ ગામોમાં ઇન્ટ્રા-રેસિડ્યુઅલ છંટકાવ કરવામાં આવ્યો છે. દર્દીઓને વહેલા નિદાન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેથી કરીને મૃત્યુ દર ઘટાડી શકાય.
CHPV-ચાંદીપુરા વાયરસ :ચાંદીપુરા વાયરસ (CHPV) રાબડોવિરિડે (Rhabdoviridae) પરિવારનો સભ્ય છે. જે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ફાટી નીકળે છે. તે સેન્ડ ફ્લાય અને ટિક જેવા વેક્ટર દ્વારા ફેલાય છે. આ રોગ મોટાભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. જેમાં પ્રથમ તાવ આવે છે અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુમાં પરિણમી શકે છે.
નોંધનીય છે કે. રોગ સામે વેક્ટર કંટ્રોલ, સ્વચ્છતા અને જાગૃતિ એ એકમાત્ર ઉપાય છે. જોકે CHPV માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. શંકાસ્પદ AES કેસોને નિયુક્ત સુવિધાઓને સમયસર મોકલવાથી પરિણામમાં સુધારો થઈ શકે છે.
રાજ્યમાં વાયરસનો ફેલાવો :જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમના (AES) કેસ નોંધાયા છે. 20 જુલાઈ સુધીમાં કુલ 78 AES કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતના 21 જિલ્લા/નિગમમાંથી 75, રાજસ્થાનના 2 અને મધ્યપ્રદેશમાંથી 1 કેસ છે. જેમાંથી 28 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રમાં પરીક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. NIV પુણે ખાતે પરીક્ષણ કરેલ 76 નમૂનામાંથી 9 ચાંદીપુરા વાયરસ (CHPV) માટે સકારાત્મક પુષ્ટિ મળી છે. તમામ 9 CHPV-પોઝિટિવ કેસ અને 5 સંકળાયેલ મૃત્યુ ગુજરાતના છે.
(ANI)
- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 29 બાળદર્દી પૈકી 15ના મૃત્યુ, હવેથી GBRCમાં રિપોર્ટ કરાશે
- રાજ્યમાં ચાંદીપુરાનો ભરડો, 124 શંકાસ્પદ માંથી 37 પોઝિટિવ કેસ, 44 દર્દીઓએ જીવ ગુમાવ્યો