ઢાકા (બાંગ્લાદેશ):ઢાકા ટ્રિબ્યુન દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર નામ ટેક્સટાઇલ વર્કર રૂબેલ ઈસ્લામની હત્યા કેસમાં સામેલ કરવામાં આવ્યું છે. રૂબેલના પિતા રફીકુલે કેસ દાખલ કર્યો છે, જેમાં દેશના 150થી વધુ મોટા નામો શામિલ છે.
5 ઓગસ્ટે રિંગ રોડ પર વિરોધ રેલી દરમિયાન રૂબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી. રેલી દરમિયાન, કોઈએ કથિત રીતે ભીડ પર ગોળીઓ ચલાવી, જે ગુનાહિત કાવતરાનો ભાગ હતો. સાકિબને આ કેસમાં 28માં આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌસ અહેમદ આ યાદીમાં 55માં આરોપી છે. આ બંને અવામી લીગના ભૂતપૂર્વ સભ્યો છે. વડા પ્રધાન શેખ હસીના જેવા અન્ય અગ્રણી નામો પણ આરોપીઓની યાદીમાં છે.
આ ઘટનામાં લગભગ 400-500 અજાણ્યા લોકો સામેલ:
શાકિબ હાલમાં ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસે છે, અને હસીનાની આગેવાની હેઠળ વિસર્જન કરાયેલી સંસદનો સભ્ય પણ હતો, જે તેની સરકાર સામેના દેશવ્યાપી વિરોધને પગલે દેશ છોડીને ભાગી ગયા છે.
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશન ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર, 16 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે રાજકીય અશાંતિમાં 400 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મૃત્યુઆંક 650 થી વધુ હતો અને ઘણા લોકો ગુમ થયા હતા. અવામી લીગના પતન પછી નવી વચગાળાની સરકાર રચાઈ. આ ઉપરાંત બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર ફારૂક અહેમદે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
દેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વચગાળાની સરકારે શાકિબને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. દિગ્ગજ ક્રિકેટરે હજુ સુધી રાજકીય કટોકટી અથવા ઢાકામાં તેની સામે નોંધાયેલા હત્યાના કેસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
- પાકિસ્તાનીઓ માત્ર 15 રૂપિયામાં પણ ટિકિટ ખરીદવા તૈયાર નથી, છેવટે પીસીબીએ ફ્રી એન્ટ્રીની કરી જાહેરાત… - PCB ANNOUNCE FREE TICKET
- શિખર ધવનના નામે એક અનોખો રેકોર્ડ , જેને તોડવો કોઈપણ ખેલાડી માટે લગભગ અશક્ય… - Shikhar Dhawan Top Records