ગુજરાત

gujarat

ETV Bharat / sports

આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, આ મહત્વના ખેલાડીઓ પર રહેશે નજર - DC vs CSK

આજે સુપર સન્ડેમાં બીજો મુકાબલો CSK અને DC વચ્ચે રમાશે. આ મેચમાં દિલ્હી પાસે આ સિઝનની પ્રથમ જીત મેળવવાની તક હશે. તેથી ચેન્નાઈ જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે.

આ મહત્વના ખેલાડીઓ પર રહેશે નજર
આ મહત્વના ખેલાડીઓ પર રહેશે નજર

By ETV Bharat Gujarati Team

Published : Mar 31, 2024, 4:51 PM IST

નવી દિલ્હી: IPL 2024ની 13મી મેચમાં ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રૂતુરાજ ગાયકવાડની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થવા જઈ રહ્યો છે. આ મેચ વિશાખાપટ્ટનમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થશે. આ મેચમાં CSK 2 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ જીતની શોધમાં ચેન્નાઈ સામે રમશે. દિલ્હીની ટીમને અત્યાર સુધી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તેની પાસે CSKના વિજય રથને રોકવાની તક હશે.

બંને ટીમો હેડ ટુ હેડ:જો આ બંને વચ્ચેની છેલ્લી 5 મેચોની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. CSKએ 4 મેચ જીતી છે, જ્યારે દિલ્હી માત્ર 1 મેચ જીતી શકી છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈએ 19 મેચ જીતી છે જ્યારે દિલ્હીએ 10 મેચ જીતી છે.

પિચ રિપોર્ટ:આ મેચ માટે પિચ પર ઘાસ છોડવામાં આવ્યું છે, જે શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ કરી શકે છે. શરૂઆતમાં સાવચેતી રાખ્યા બાદ બેટ્સમેન મોટા શોટ સરળતાથી ફટકારી શકે છે. વિશાખાપટ્ટનમમાં ગરમી અને ભેજ ખેલાડીઓની ફિટનેસને પડકારી શકે છે.

CSKના મહત્વના ખેલાડીઓ:ચેન્નાઈ માટે શિવમ દુબેએ 2 મેચમાં 1 અડધી સદી સાથે સૌથી વધુ 85 રન બનાવ્યા છે. તો બોલ સાથે મુસ્તાફિઝુર રહેમાને 2 મેચમાં 6 વિકેટ ઝડપી છે. હાલમાં તે પર્પલ કેપ ધારક પણ છે. આ સિવાય રુતુરાજ ગાયકવાડ, રચિન રવિન્દ્ર, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, મતિશા પથિરાના પણ ટીમ માટે મહત્વના ખેલાડી સાબિત થઈ શકે છે.

DCના મહત્વના ખેલાડીઓ: ડેવિડ વોર્નરે દિલ્હી માટે 2 મેચમાં સૌથી વધુ 78 રન બનાવ્યા છે. ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 2 મેચમાં 3 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય મિશેલ માર્શ, ઋષભ પંત, અક્ષર પટેલ, મુકેશ કુમાર અને ખલીલ અહેમદ પર પણ ધ્યાન રહેશે.

CSK અને DCના સંભવિત ખેલાડી:

દિલ્હી કેપિટલ્સ:ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઇ/પૃથ્વી શો, રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર)ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ

ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે ,મતિષા પથિરાના, મુસ્તાફિઝુર રહેમાન

  1. આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો મેચ વિશે શું કહેશે ક્રિક્ટ રસીકો - IPL 2024 SRH Vs GT

ABOUT THE AUTHOR

...view details