ગુજરાત

gujarat

ETV Bharat / sports

6,6,6,6,4...પંડ્યાએ એક ઓવરમાં 30 રન ફટકારીને ચેન્નાઈના બોલરોને ધોઈ નાંખ્યા, જુઓ વિડિયો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં બરોડા અને તમિલનાડુની ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા ((IANS Photo))

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

ઈન્દોર: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં બરોડા અને તમિલનાડુની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. આ મેચમાં બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હતા અને મેચના છેલ્લા બોલ પર ટીમનો વિજય થયો હતો. આ મેચમાં બરોડા ટીમ તરફથી રમી રહેલા હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે મેદાનમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ ઝડપી બોલર ગુર્જપનીત સિંહ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેને તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.

બરોડા અને તમિલનાડુ વચ્ચે રોમાંચક મેચઃ

બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં બરોડાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ જોરદાર પ્રદર્શન કર્યું અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. જવાબમાં બરોડાએ મેચના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને 222 રનના લક્ષ્યાંકને પાર કરી જીત મેળવી હતી. બરોડા કી જીત કે હીરો બને હાર્દિક પંડ્યા. પંડ્યાએ 230ના સ્ટ્રાઈક રેટથી 30 બોલમાં 69 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

એક ઓવરમાં 29 રનઃ

બરોડાની ઈનિંગની 17મી ઓવરમાં હાર્દિક પંડ્યાનો સામનો CSKના નવા બોલર ગુર્જપનીત સિંહ સાથે થયો હતો. પંડ્યાએ ગુર્જપનિત સિંહની ઓવરના પહેલા 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. આ પછી ગુર્જપનીત સિંહે નો બોલ ફેંક્યો. ફરી પંડ્યાએ ચોથા બોલ પર સિક્સર અને પાંચમા બોલ પર ફોર ફટકારી. તે જ સમયે, ઓવરના છેલ્લા બોલ પર 1 રન થયો હતો. હાર્દિક પંડ્યાએ ગુર્જપનીત સિંહની ઓવરમાં કુલ 29 રન બનાવ્યા અને નો બોલથી 1 રન પણ આવ્યો, આ ઓવરમાં ગુર્જપનીત સિંહના કુલ 30 રન થયા.

કોણ છે ગુર્જપનીત સિંહ? :

26 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ IPLની હરાજી દરમિયાન ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ગુર્જપનીત સિંહ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ માટે રમે છે. 6 ફૂટ 3 ઈંચ લાંબો ગુર્જપનીત આઈપીએલની હરાજીમાં 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સાથે આવ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે તેના માટે ભારે બોલી લગાવી, આખરે CSKએ તેને રૂ. 2.20 કરોડમાં તેમની ટીમનો ભાગ બનાવ્યો.

આ પણ વાંચો:

  1. સ્ટાર વિકેટકીપર બેટર ઇજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર…BCCI એ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
  2. ટેસ્ટ મેચના આઠ દિવસ પહેલા ટીમની જાહેરાત, પહેલીવાર અનુભવી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો...

ABOUT THE AUTHOR

...view details