હૈદરાબાદ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેના લાઈવ પ્રસારણ વ્યવસ્થાની વિગતો જાહેર કરી છે, જે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નવમી સિઝનમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જે પાકિસ્તાન અને યુએઈમાં 19 દિવસ સુધી ચાલશે. તમને જાણવી દઈએ કે આ વખતે અફઘાનિસ્તાન તેની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 લાઇવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ વિગતો:
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં 15 મેચો રમાશે, જે વિશ્વભરના ચાહકોને રોમાંચક અનુભવ આપશે. આ ઉપરાંત ભારતમાં, JioStar નેટવર્ક ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રસારણ કરશે, જે ચાહકોને ICC ઇવેન્ટની દરેક મેચનું લાઈવ પ્રસારણ પ્રદર્શિત કરશે.
ડિજિટલ પ્લેટફોર્મ પર પહેલી વાર, ICC ટુર્નામેન્ટનું 16 ફીડ્સમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડ એમ નવ અલગ અલગ ભાષાઓનો સમાવેશ થશે. JioHotstar પર લાઇવ સ્ટ્રીમિંગ ચાર મલ્ટી-કેમ ફીડ્સ દ્વારા બતાવવામાં આવશે. ટેલિવિઝન પર, અંગ્રેજી ફીડ ઉપરાંત, નેટવર્ક સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18 ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં કવરેજ પ્રદાન કરશે.