ગુજરાત

gujarat

યુએસ ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીની ધર્મશાળા મુલાકાતનું તાર્કિક વિશ્લેષણ - Nancy Pelosi in Dharamshala

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 6:07 AM IST

ગત સપ્તાહે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી, હાઉસ ફોરેન અફેર્સ કમિટીના રિપબ્લિકન અધ્યક્ષ માઈકલ મેકકોલની ભારત પ્રવાસે હતા. તેઓ દલાઈ લામાને મળવા આવ્યા હતા. નેન્સી પેલોસીએ તિબેટ માટે યુએસ સમર્થન દર્શાવવા સંદર્ભે ધર્મશાલામાં 2 દિવસ ગાળ્યા. દેશ નિકાલમાં દલાઈ લામા અને તિબેટની સરકારને મળવા ઉપરાંત તેમણે તિબેટીયન સમુદાયને પણ સંબોધિત કર્યા હતા.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

હૈદરાબાદઃ યુએસ ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીની ધર્મશાળા મુલાકાત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા 'રિઝોલ્વ તિબેટ એક્ટ' પસાર કરવા સાથે સંકળાયેલ છે. આ અધિનિયમ બેઈજિંગ પર 2010થી અટકેલા તિબેટના નેતાઓ સાથે સંવાદ ફરી શરૂ કરવા દબાણ કરે છે. માઈકલ મેકકોલે કહ્યું છે કે,'તે તિબેટના લોકોને તેમના પોતાના ભવિષ્યના નિર્માણમાં મદદ કરશે.'

ધર્મશાલા ખાતેના તેમના સંબોધનમાં પેલોસીએ શી જિનપિંગની ટીકા કરી હતી. તેણીએ કહ્યું કે, પરમ પવિત્ર દલાઈ લામા તેમના જ્ઞાન, પરંપરા, કરુણા, આત્માની શુદ્ધતા અને પ્રેમના સંદેશ સાથે તેઓ અને તેમનો વારસો અમર રહેશે પરંતુ ચીનના રાષ્ટ્રપતિ, તમે ચાલ્યા જશો અને કોઈ તમને કંઈ પણ કામ માટે ક્રેડિટ આપશે નહીં.

આ મુલાકાત અગાઉ વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના કાઉન્સેલર ઝાઉ ઝેંગે કહ્યું હતું કે, 'આ મુલાકાત ચીનની આંતરિક બાબતોમાં દખલ કરે છે, ચીનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. ચીન તેની સખત નિંદા કરે છે. Xizang (તિબેટ) એ 13મી સદીમાં યુઆન રાજવંશના સમયથી ચીનના પ્રદેશનો અભિન્ન ભાગ છે. તેમણે યુએસ સરકારને મુલાકાત રદ કરવાની સલાહ પણ આપી હતી જેને અવગણવામાં આવી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને બેઈજિંગમાં જણાવ્યું હતું કે, '14મા દલાઈ લામા શુદ્ધ ધાર્મિક વ્યક્તિ નથી, પરંતુ ધર્મના ઓથા હેઠળ ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિઓમાં રોકાયેલા રાજકીય નિર્વાસિત છે.' દલાઈ લામા ધાર્મિક બહાના હેઠળ ઢાંકપીછોડો કરીને ચીનના હિતો વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ હતા તેથી તેમનો રાજકીય દેશનિકાલ કરવામાં આવ્યો છે.

એક ભારતીય પ્રેસ નોટ અનુસાર, નેન્સી પેલોસી સહિત પ્રતિનિધિમંડળ પીએમ મોદીને મળ્યા અને તેમના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. આ ઉપરાંત તેઓએ ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીની નિષ્પક્ષતા અને પારદર્શિતા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આ પ્રતિનિધિમંડળે ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર સાથે પણ વાતચીત કરી હતી.

PM મોદીએ એક્સ હેન્ડલ(અગાઉ ટ્વીટ)કર્યુ કે, ‘@HouseForeignGOPના અધ્યક્ષ @RepMcCaulની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં યુએસ કોંગ્રેસના મિત્રો સાથે ખૂબ જ સારી રીતે ચર્ચા વિચારણા થઈ. ભારત, યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને આગળ વધારવામાં મજબૂત દ્વિપક્ષીય સમર્થનની કદર કરે છે.’ વડાપ્રધાનની આ પોસ્ટમાં ધર્મશાલાની મુલાકાત અંગે કોઈ ‘સત્તાવાર’ ઉલ્લેખ નહોતો.

દલાઈ લામા તબીબી સારવાર માટે યુ.એસ. જઈ રહ્યા હતા અને તેથી પ્રતિનિધિમંડળ ત્યાં તેમને મળી શક્યા હોત પણ ધર્મશાળામાંની મુલાકાત અર્થહિન ન હતી. વધુમાં ભારત સરકારની મૌન મંજૂરી વિના આ મુલાકાત થઈ શકી ન હોત. આ ઘટના ચોક્કસ દિશા નિર્દેશ કરે છે.

પ્રથમ તો દલાઈ લામા ભારતનું સમર્થન કરે છે. ભારતીય વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ઉલ્લેખ કરીને તેને સમર્થન આપ્યું હતું, 'પરમ પવિત્ર દલાઈ લામા અંગે ભારત સરકારની સ્થિતિ સ્પષ્ટ અને સુસંગત છે. તેઓ એક આદરણીય ધાર્મિક નેતા છે અને ભારતના લોકો તેમને ખૂબ આદર આપે છે. પરમ પવિત્રતાને તેમની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય સૌજન્ય અને સ્વતંત્રતા આપવામાં આવે છે. બીજું, તે દર્શાવે છે કે યુએસ અને ભારત નજીકના સાથી છે અને તિબેટ અને ચીન સહિત અનેક મુદ્દાઓ પર યોગ્ય સંકલન ધરાવે છે.

ત્રીજું પ્રતિનિધિમંડળે વૈશ્વિક તિબેટીયન સમુદાયને તેમની સામેના સૌથી જટિલ મુદ્દા પર એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. જે 15મા દલાઈ લામા (હાલના દલાઈ લામા 88 વર્ષના છે)ની પસંદગીનો છે. ચાઈનીઝ તેમના અનુગામીની કઠપૂતળી તરીકે નિમણૂક કરવા માટે ઉત્સુક છે. જેને ચીન નિયંત્રિત કરી શકે. ચીન જાણે છે કે દલાઈ લામાના નિયંત્રણ વિના તિબેટ પર તેની પકડ અધૂરી છે.

ચીને પંચેન લામાની નિમણૂક કરી હતી, જે 1995માં દલાઈ લામા પછી બીજા ક્રમે હતા. તેમણે પણ નિમણૂક કર્યા પછી તરત જ દલાઈ લામા પ્રત્યે વફાદારી દર્શાવી હતી. ત્યારથી તેઓ લાપતા છે. લગભગ 25 વર્ષ સુધી તેઓ રાજકીય કેદી રહ્યા. તેઓ આગામી દલાઈ લામા માટે પણ તે જ ઈચ્છી રહ્યા છે. વર્તમાન દલાઈ લામાએ તેમના અનુગામી અંગે કોઈ સંકેત આપ્યા નથી. તેણે કહ્યું છે કે તેમનો પુનર્જન્મ પણ નહીં થાય. જો કે, તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તે ચીનના અંકુશિત પ્રદેશમાં પુનર્જન્મ લેશે નહીં.

યુએસ પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી અને 'રિઝોલ્વ તિબેટ એક્ટ' પસાર કરવાની જાહેરાત કરી.જેમાં 'તિબેટીયન લોકોના માનવ અધિકારો'નો પણ સમાવેશ થાય છે. તે વિશ્વભરના તિબેટીયનોના હકોમાં વધારો કરે છે. આ અધિનિયમ પર અમેરિકી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થવાના બાકી છે. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન મુજબ આ અધિનિયમ 'તિબેટીયન લોકોની સામાજિક-સાંસ્કૃતિક ઓળખને સંબોધિત કરે છે. ખાસ કરીને તેમની અલગ ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય ઓળખને આનાથી ચીનના દાવાઓને અવગણીને અનુગામીની નિમણૂક કરવામાં વૈશ્વિક સમર્થન મળે છે. 2020માં બાઈડેને ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે, તેઓ દલાઈ લામાને મળશે. યુએસમાં દલાઈ લામાની આગામી તબીબી સારવાર અમારા માટે સૌભાગ્યપૂર્ણ હશે.

02 ઓગસ્ટ 2022ના રોજ યુએસ હાઉસ સ્પીકર તરીકે નેન્સી પેલોસીની તાઈવાનની અગાઉની મુલાકાતેતણાવ પેદા કર્યો હતો. ચીને આ ટાપુ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી જ્યારે તેની આસપાસમાં નેવલ અને એરફોર્સ કામગીરી પણ હાથ ધરી હતી. થોડી મિસાઈલો જાપાનના પાણીમાં પડી જેનો જડબાતોડ જવાબ પણ ચીનને મળ્યો હતો. તે સમયે સાયબર હુમલાઓનું પ્રમાણ પણ ઘણું વધ્યું હતું કારણ કે, પેલોસીની મુલાકાત ચીનની રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે થવાની હતી જેમાં શી જિનપિંગ ઐતિહાસિક 3જી મુદતની માંગ કરી રહ્યા હતા. ભારત તાઈવાન નથી અને જે પેલોસીએ અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના વર્તમાન સ્પીકર આ વર્ષે એપ્રિલમાં કેવિન મેકકાર્થીની મુલાકાત અને મે મહિનામાં તાઈપેઈમાં વર્તમાન સરકારના શપથ લીધા પછીની મુલાકાત કરી તેને ચીન દબાવી શક્યું નથી. ભારતે ચીન સામે પોતાની સૈન્ય તાકાત જાળવી રાખી છે અને અવારનવાર જડબાતોડ જવાબ પણ આપ્યો છે. ભારતે બેઈજિંગને જણાવ્યું છે કે, જ્યાં સુધી સરહદ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દ્વિ-પક્ષીય સંબંધો ક્યારેય સામાન્ય નહીં થઈ શકે. જેનો અર્થ એ છે કે તે ચીન વિરોધી પગલાંને સમર્થન આપશે.

આ મુલાકાતને મંજૂરી આપવાથી ચીનને સંદેશ જાય છે કે તૂટેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ચીન પર છે. વધુમાં ચીની સરકાર રાજકીય રીતે ગત વર્ષો કરતાં નબળી છે. ભારતની ચીન પ્રત્યેની રાજદ્વારી અને લશ્કરી નીતિઓ યથાવત છે. હવે ચીને નક્કી કરવાનું છે કે તે કયો માર્ગ પસંદ કરે છે. દુશ્મનાવટ ચાલુ રાખે છે અથવા દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરે છે.

  1. ચીન-દક્ષિણ કોરિયા-જાપાન ત્રિપક્ષીય સમિટ : શા માટે ભારતે ચિંતા ન કરવી જોઈએ ? - Trilateral Summit
  2. ચીન આપી રહ્યું છે તાઈવાનને ધમકી, તાઇવાનના નવા રાષ્ટ્રપતિ સામે ચીન એક પડકાર સ્વરૂપ! - CHINA THREATENING TAIWAN

ABOUT THE AUTHOR

...view details