મુંબઈ :કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ 23 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરમાર્કેટના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 73,143 અને 22,212 ના મથાળે રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યા હતા.
BSE Sensex : આજે 23 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગત 73,158 બંધની સામે 236 પોઈન્ટ વધીને 73,394 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 73,022 સુધી ડાઉન ગયો અને 73,414 પોઈન્ડની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ લગભગ 15 પોઇન્ટ ડાઉન 73,143 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.02 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજે NSE Nifty ઈનડેક્સ 22,290 પોઈન્ટના ઓપનીંગ સામે ટ્રેડિંગ સેશનના અંતે 5 પોઈન્ટ ડાઉન 22,212 ના મથાળે સપાટ બંધ થયો હતો. જે 0.02 ટકાનો ઘટાડો દર્શાવે છે. શરુઆતી કારોબારમાં NSE Nifty 20,158 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ અચાનક 62 પોઈન્ટની ડૂબકી મારી 20,015 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે NSE Nifty 22,186 પોઈન્ટ સુધી ડાઉન ગયો અને 22,297 પોઈન્ડની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 22,217 ના મથાળે બંધ રહ્યો હતો.