મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સપાટાબંધ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 42 પોઈન્ટના ઘટાડા સાથે 74,971.67 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.09 ટકાના ઘટાડા સાથે 22,801.70ની સપાટી પર ખુલ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ વિપ્રો, LTIMindTree, Tech Mahindra, Infosys અને Divis Labs નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે IndusInd Bank, L&T, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઈઝ ઘટાડા સાથે વેપાર કરી રહ્યા હતા.
ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે તેના માસિક વ્યાજ દરના નિર્ણયની જાહેરાત કરશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ FY25 માં RBI MPCની બીજી બેઠક પછી સવારે 10 વાગ્યે જૂન 2024 માટે RBI નાણાકીય નીતિ અંગેના નિર્ણયની જાહેરાત કરશે.
ગુરુવારનો કારોબાર: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 692 પોઈન્ટના ઉછાળા સાથે 75,074.51 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.89 ટકાના વધારા સાથે 22,821.40 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન HCL ટેક, SBI લાઈફ, ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, હિન્દાલ્કો, હીરો મોટોકોર્પ, એચયુએલ, એશિયન પેઇન્ટ્સમાં ઘટાડા સાથે વેપાર થયો હતો. ફાર્મા અને એફએમસીજી સિવાય, અન્ય તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.
- શેરબજાર સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 692 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,800 ને પાર - STOCK MARKET CLOSING
- શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 242 પોઈન્ટ ઉછળ્યો જ્યારે નિફ્ટી 22,600ને પાર - stock market update