ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજારની હકારાત્મક શરુઆત, નિફ્ટી 24,200 ની ઉપર ખુલ્યો, સેન્સેક્સ 240 પોઈન્ટ ઉપર - STOCK MARKET TODAY UPDATE

મંગળવારે બજાર સત્રની શરુઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી હકારાત્મક વલણ પર ખુલ્યા હતા, સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર ((Getty Image))

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 10:20 AM IST

મુંબઈ:ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં હકારાત્મક પર ખુલ્યા, સેન્સેક્સ 271.77 પોઈન્ટ વધીને 79,767.92 પર અને નિફ્ટી 96.5 પોઈન્ટ વધીને 24,237.80 પર છે. વિશ્લેષકો આગાહી કરે છે કે ચાલુ અસ્થિરતા વચ્ચે ફંડનો પ્રવાહ બજારની દિશાને પ્રભાવિત કરશે.

સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 265.69 પોઈન્ટ્સ અથવા 0.33% વધીને 79,761.84 પર અને નિફ્ટી 50 સવારે 9.17 વાગ્યે 77.75 પોઈન્ટ્સ અથવા 0.32% વધીને 24,219.05 પર પહોંચ્યો હતો. HDFC લાઇફ, હિન્દાલ્કો, ICICI બેંક, ONGC, ટ્રેન્ટ નિફ્ટીમાં મોટા ઉછાળામાં હતા, જ્યારે બ્રિટાનિયા, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને M&M ઘટ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details