ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર સપાટ બંધ: Sensex 33 પોઈન્ટ ગગળ્યો, Nifty 25,807 પર બંધ - STOCK MARKET TODAY UPDATE

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 33 પોઈન્ટના ઘટાડા સાથે 84,266.29 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 25,807.35 પર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...,STOCK MARKET TODAY UPDATE

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (IANS Photo)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 3:59 PM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 33 પોઈન્ટના ઘટાડા સાથે 84,266.29 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 25,807.35 પર બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ દરમિયાન KFIN Technologies, કેપલિન પોઈન્ટ, BASF ઈન્ડિયા, શારેગામા ઈન્ડિયાના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ફોનિક્સ મિલ્સ, વેલસ્પન કોર્પ, વેસ્ટલાઇફ, મુથૂટ ફાઇનાન્સના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.

  • સેક્ટરમાં મીડિયા, ઓટો, આઈટી, મેટલમાં ખરીદી જોવા મળી હતી જ્યારે ટેલિકોમ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી.
  • BSE મિડકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 296 પોઈન્ટના ઉછાળા સાથે 84,546.11 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.31 ટકાના વધારા સાથે 25,891.15 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો:

  1. ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત : Sensex 300 પોઈન્ટ ઉછળ્યો, Nifty 25,900 પાર - Stock market update

ABOUT THE AUTHOR

...view details