મુંબઈ :આજે ભારતીય શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. શેરબજાર હળવા ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યા બાદ દિવસ દરમિયાન અનઅપેક્ષિત રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 128 પોઈન્ટ અને NSE Nifty 43 પોઇન્ટ વધીને ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
BSE Sensex : આજે 2 મે, ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 74,482 બંધની સામે 91 પોઈન્ટ ઘટીને 74,391 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે BSE Sensex 74,360 પોઈન્ટ ડાઉન ગયો અને 74,812 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 128 પોઈન્ટ વધીને 74,611 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.17 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજે 2 મે, ગુરુવારના રોજ NSE Nifty ગતરોજના 22,604 બંધની સામે 37 પોઈન્ટ ઘટીને 22,567 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે NSE Nifty 22,567 પોઈન્ટ ડાઉન ગયો અને 22,710 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈન્ડેક્સ 43 પોઈન્ટ વધીને 22,648 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.19 ટકાનો વધારો દર્શાવે છે.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં પાવર ગ્રીડ કોર્પો (3.91%), એશિયન પેઇન્ટ્સ (3.36%), ટાટા મોટર્સ (1.99%), NTPC (1.72%) અને ટાટા સ્ટીલનો (1.45%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર :જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં કોટક મહિન્દ્રા (-2.95%), એક્સિસ બેંક (-1.41%), ભારતી એરટેલ (-1.26%), વિપ્રો (-1.09%) અને ICICI બેંકનો (-1.05%) સમાવેશ થાય છે.
- આ નિયમો આજથી બદલાઈ ગયા છે, ચાલો જાણીએ આજથી થયેલા 5 ફેરફારો
- અમેરિકામાં મોંઘવારીએ તોડ્યો 23 વર્ષનો રેકોર્ડ, અમેરિકી ફેડે કરી મોટી જાહેરાત