ગુજરાત

gujarat

ETV Bharat / business

હવે માત્ર 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જશે, બ્લિંકિટે શરુ કરી ઈમરજન્સી સેવા - BLINKIT LAUNCHES AMBULANCE SERVICE

બ્લિંકિટે હવે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે, જે 10 મિનિટમાં દર્દીને મૂળભૂત જીવન સહાય સાથે એમ્બ્યુલન્સ પ્રદાન કરશે.

હવે માત્ર 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જશે
હવે માત્ર 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જશે (( X/Albinder Dhindsa))

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 3:42 PM IST

હૈદરાબાદ: Blinkit એ ભારતની ઝડપી ઈ-કોમર્સ કંપની છે, જે 10 મિનિટમાં લોકોને ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડે છે. હવે Blinkit એ 10 મિનિટમાં બેઝિક લાઈફ સપોર્ટ (BLS) સાથે એમ્બ્યુલન્સ સેવા આપવાનું શરૂ કર્યું છે. આ સેવા દિલ્હી એનસીઆરના શહેર ગુરુગ્રામમાં પાંચ એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ છે. બ્લિંકિટની આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર અને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) જેવા મહત્વના જીવન રક્ષક ઉપકરણો હશે.

એમ્બ્યુલન્સ સેવા 10 મિનિટમાં ઉપલબ્ધ થશે: દરેક BLS એમ્બ્યુલન્સમાં એક પેરામેડિક, એક હેલ્પર અને એક પ્રશિક્ષિત ડ્રાઈવર હશે જેથી તેઓ દર્દીને શક્ય તેટલી વહેલી તકે તબીબી સહાય પૂરી પાડી શકે. Blinkit CEO Albinder Dhindsa એ X (જૂનું નામ Twitter) પર એક પોસ્ટમાં BLS એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, Blinkit કંપની ભારતીય શહેરોમાં ઝડપી અને ભરોસાપાત્ર એમ્બ્યુલન્સ સેવાની સમસ્યાને ઉકેલવા માટે આયોજન કરી રહી છે.

જો કે, હાલમાં આ સેવા માત્ર ગુરુગ્રામમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ કંપનીના સીઈઓએ તેમની પોસ્ટ દ્વારા કહ્યું છે કે, ટૂંક સમયમાં આ સેવા દેશના અન્ય શહેરો અને વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે. કંપનીનો ઉદ્દેશ્ય Blinkit એપ દ્વારા દેશભરના લોકોને શક્ય તેટલી વહેલી તકે બેઝિક લાઈફ સપોર્ટ (BLS) એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવાનો છે. સીઈઓએ માહિતી આપી છે કે હાલમાં, બ્લિંકિટની એમ્બ્યુલન્સ સેવા સ્કેલિંગ-અપ તબક્કામાં છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય આગામી બે વર્ષમાં દેશના તમામ મોટા શહેરોમાં તેને શરૂ કરવાનો છે.

એમ્બ્યુલન્સમાં ઘણી સુવિધાઓ હશે: દરેક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર, AED, સ્ટ્રેચર, મોનિટર, સક્શન મશીન તેમજ ઈમરજન્સીમાં વપરાતી દવાઓ અને ઈન્જેક્શન જેવી તમામ જરૂરી મેડિકલ વસ્તુઓ હશે. દર્દીને પ્રાથમિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સમાં એક પેરામેડિક, એક સહાયક અને પ્રશિક્ષિત ડ્રાઇવર પણ હાજર રહેશે.

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, દર્દીઓને 10 મિનિટમાં એમ્બ્યુલન્સની સુવિધા આપનારી કંપની બ્લિંકિટ આ સેવા માટે કેટલો ચાર્જ વસૂલશે. જો કે, આ વિશેની ચોક્કસ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ બ્લિંકિટે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવાનો હેતુ કંપનીના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવાનો નથી. કંપનીનું કહેવું છે કે બ્લિંકિટની એમ્બ્યુલન્સ સેવા લોકોને સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, તેમનો ઉદ્દેશ્ય આ લાંબા સમયથી ચાલી રહેલી ગંભીર સમસ્યાને ઉકેલવાનો છે.

ABOUT THE AUTHOR

...view details