નવી દિલ્હીઃ દિલ્હીના બુરારીમાં બની રહેલા કેદારનાથ ધામ મંદિરનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન, બુધવારે કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટે મંદિરના નામમાંથી "ધામ" શબ્દ હટાવવાની જાહેરાત કરી છે. જો કે મંદિરના નામમાં કેદારનાથ રહેશે જ. ઉપરાંત, ટ્રસ્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કેદારનાથ મંદિરનું મોડલ બનાવવાથી પાછળ નહીં હટશે અને જરૂર પડતાં કાનૂની લડાઈ લડવા તૈયાર રહેશે.
દિલ્હી ટ્રસ્ટે મંદિરના નામમાંથી "ધામ" શબ્દ હટાવવાની જાહેરાત કરી (Etv Bharat Gujarat) ટ્રસ્ટના નામમાંથી 'ધામ' શબ્દ હટાવવાનો:ઉત્તરાખંડમાં તીર્થસ્થળો અને મંદિરોની દેખરેખ કરતી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ બુરારીમાં મૂળ કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવવાની યોજના માટે દિલ્હી ટ્રસ્ટ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. મંદિરના સ્થાપક સુરેન્દ્ર સિંહ રૌતેલાએ આ મુદ્દે જણાવતા કહ્યું કે, મૂંઝવણ ટાળવા માટે, ટ્રસ્ટના નામમાંથી 'ધામ' શબ્દ હટાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ મંદિર બનાવવાથી પાછળ હટશે નહીં."
મોડલ પર મંદિર બનાવનાર અમે પ્રથમ નથી:રૌતેલાએ વધુમાં જણાવતા કહ્યું કે, "કેદારનાથના મોડલ પર મંદિર બનાવનાર અમે પ્રથમ નથી. આ પ્રકારના મંદિર ઈન્દોર અને મુંબઈમાં પણ છે. જો તેઓ (BKTC) કાયદાકીય કાર્યવાહી કરવા માગે છે તો તેમણે દરેકની સામે આવું કરવું જોઈએ. " તેમણે કહ્યું, "અમે કંઈ ખોટું કર્યું નથી, અમે હિંદુઓ અને સનાતન ધર્મ માટે સારું કામ કરી રહ્યા છીએ. કાયદાકીય પડકાર છતાં મંદિરનું નિર્માણ ચાલુ રાખીશું. દિલ્હીમાં કેદારનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એકત્ર કરાયેલા દાનના નાણાંથી બનાવવામાં આવશે. "તે બે થી ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે."
બેંગલુરુમાં પણ મલ્લિકાર્જુન મંદિર: રૌતેલા વધુમાં જણાવતા કહે છે કે, અમારી પાસે 12 જ્યોતિર્લિંગ છે અને તે તમામ જ્યોતિર્લિંગના નામે દેશમાં ઘણી જગ્યાએ અલગ-અલગ મંદિરો બનાવવામાં આવ્યા છે. મુખ્ય સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે અને દિલ્હીમાં સોમનાથ મંદિર પણ છે. આંધ્ર પ્રદેશમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો ઉલ્લેખ કરતાં રૌતેલાએ કહ્યું કે બેંગલુરુમાં પણ મલ્લિકાર્જુન મંદિર છે. અમે ભગવાન શિવનું મંદિર બનાવી રહ્યા છીએ. પરંતુ કેટલાક લોકો પોતાના રાજકીય ફાયદા માટે તેને કેદારનાથ ધામ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેટલાક લોકો બિનજરૂરી રાજનીતિ કરી રહ્યા:વિવાદ અંગે સાલાસર બાલાજી મંદિરના આચાર્ય કહે છે કે, ભગવાન શિવનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને આ પહેલીવાર નથી જ્યારે કોઈ જગ્યાએ બાબા ભોલેનાથનું મંદિર બનાવવામાં આવ્યું હોય. કેદારનાથ ધામ પર કેટલાક લોકો બિનજરૂરી રાજનીતિ કરી રહ્યા છે. મંદિર બનાવીને માત્ર સનાતન ધર્મનો જ પ્રચાર થશે. જે લોકો ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં જઈ શકતા નથી તેઓ શ્રદ્ધા સાથે અહીં બની રહેલા મંદિરમાં આવી શકે છે.
- કેદારનાથમાંથી ગાયબ થયેલા 228 કિલો સોનાનો આજ સુધી કોઈ પત્તો નહીં: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ - swami avimukteshwaranand
- સોનુ નિગમ બાબા કેદારનાથના ધામે, સંઘર્ષના દિવસો યાદ કર્યા - Sonu Nigam visited Kedarnath Dham