ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકોને પરેશાન કરનારા કપિરાજ આ જોઇને થર થર કાંપે, શું છે તે ડર? - WEAKNESS OF MONKEYS

તોફાની પ્રાણીઓમાં જેમની ગણતરી થાય છે તેવા કપિરાજો લોકોને પરેશાન કરી શકે છે, પરંતુ જ્યારે તેઓ તેમના ડરનો સામનો કરે છે ત્યારે તેઓ થર થર કાપે છે.

લોકોને પરેશાન કરનારા વાંદરાઓ આ જોઇને થર થર કાંપે,
લોકોને પરેશાન કરનારા વાંદરાઓ આ જોઇને થર થર કાંપે, (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2024, 7:22 PM IST

હૈદરાબાદ: જ્યારે સૌથી તોફાની પ્રાણી વિશે વાત આવે ત્યારે સૌથી પહેલા કપિરાજનું નામ આવે છે. કપિરાજ ક્યારે શું કરશે તે કોઇ નથી જાણતું. કપિરાજ ઘણીવાર ઘરોમાંથી ખાવા પીવાની વસ્તુઓ લઈ જાય છે અને કેટલીકવાર લોકો પર હુમલો પણ કરે છે. આ કારણે લોકો તેમનાથી ખૂબ જ પરેશાન રહે છે.

આવી સ્થિતિમાં મનમાં એક પ્રશ્ન થાય છે કે, આ વાંદરાઓને કેવી રીતે ભગાડી શકાય? જો તમે પણ વાંદરાઓથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો આજે અમે તમને એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે તમારી આસપાસના વાંદરાઓને ભગાડી શકો છો.

આ પદ્ધતિઓથી લોકોને હેરાન કરનારા વાંદરા તે સમયે કંપી જાય છે જ્યારે તેમનો સામનો તેમના ડરથી થાય છે. આ જાણીને તમે વિશ્વાસ નહી કરો કે આતંક મચાવનારા વાંદરાઓ આ વસ્તુથી ડરે છે.

વાંદરાઓ આગ અને ધુમાડાથી ડરે છે

કહેવાય છે કે, વાંદરાઓ આગ અને ધુમાડાથી ખૂબ ડરે છે. તેઓ એટલા ભયભીત થઈ જાય છે કે તે તેમના રુંવાડા ઉભા થઇ જાય છે. આ સવાલનો જવાબ જાણીને તમને ચોક્કસથી હસવું આવશે, પરંતુ એ વાત સાચી છે કે, વાંદરાઓ આગ અને ધુમાડાથી ડરે છે. એવું પણ કહેવાય છે કે, લંગુરને જોઈને પણ વાંદરાઓ ડરી જાય છે. આ જ કારણ છે કે, વાંદરાઓ લંગુરના અવાજથી દૂર રહેવાનું પસંદ કરે છે.

લંગૂરને વાંદરા પસંદ નથી કરતા

કારણ કે, આ બંને વચ્ચે ઘણા સમયથી દુશ્મની ચાલી રહી છે. સામાન્ય રીતે, વાંદરાઓ અને લંગુર વચ્ચે ઘણી સમાનતાઓ હોય છે, પરંતુ લંગુર વાંદરાઓ કરતા વધુ ચપળ હોય છે. આ કારણોસર, વાંદરાઓ લંગુરને પસંદ નથી કરતા અને તેમની પાસેથી ભાગી જાય છે.

આ પણ વાંચો:

  1. સિંહણ ગ્રેસીની સારવાર માટે અમેરિકાથી મંગાવાઈ દવા, એક ડોઝની કિંમત 10 હજાર
  2. જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાં ફૂડ પૉઈઝનિંગ, એક જ પરિવારના 4 લોકોના મોત 2ની સ્થિતિ ગંભીર

ABOUT THE AUTHOR

...view details