નવી દિલ્હી: ભારતના સૌથી મોટા ગ્રુપ, ટાટા જૂથના ચેરમેન રતન ટાટાનું 9 ઓક્ટોબર, બુધવારે નિધન થઈ ગયું. તેઓ 86 વર્ષના હતા. ઇન્ટરવ્યુ અને વાતચીતમાં, રતન ટાટા કહેતા હતા કે તેઓ એવા વ્યક્તિ તરીકે યાદ કરાય એમ ઈચ્છે છે જેણે બિઝનેસના શ્રેષ્ઠ હિતમાં કામ કર્યું હોય. 2014માં કોલકાતામાં ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ સ્ટડી ગ્રૂપ દ્વારા આયોજિત એક વાતચીતમાં રતન ટાટાએ કહ્યું હતું કે, "હું એવા વ્યક્તિ તરીકે યાદ કરાય એવું ઈચ્છું છું જેણે ક્યારેય બીજાને દુઃખ પહોંચાડ્યું નથી અને બિઝનેસના શ્રેષ્ઠ હિતમાં કામ કર્યું છે."
એક ઈન્ટરવ્યૂમાં રતન ટાટાએ કહી મનની વાત:ટાટા સન્સની વેબસાઈટ પરની તેમની પ્રોફાઇલ મુજબ, તેમની વિનમ્રતા માટે સન્માનિત, રતન ટાટાની તેમના પરોપકારી પ્રયાસો માટે પણ પ્રશંસા કરાઈ હતી, અને તેમની વ્યવસાયિક કુશળતા અને દૂરંદેશી નેતૃત્વ માટે વ્યાપકપણે આદર પામ્યા હતા. ફેબ્રુઆરી 2018માં, રતન ટાટાને એક ખાનગી ચેનલ પર સુહેલ શેઠને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, હું પરિવર્તન લાવનાર વ્યક્તિ તરીકે યાદ રહું એમ ઈચ્છું છું. કંઈ વધારે નહીં, કંઈ ઓછું નહીં...
બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા રતન ટાટા:આ અઠવાડિયાની શરૂઆતમાં, રતન ટાટાને ઉંમર સંબંધિત બિમારીઓને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની નાદુરસ્ત તબિયતના અહેવાલો વચ્ચે, બિઝનેસ ટાયકૂને કહ્યું હતું કે, ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ નિયમિત તબીબી તપાસ કરાવી રહ્યા છે.