ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lok Sabha Election 2024 : PM મોદી આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે, અહીંથી કરશે શરૂઆત

લોકસભા ચૂંટણી 2024 માટે PM નરેન્દ્ર મોદી આજથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફુંકશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે જાણો લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત તેઓ ક્યા શહેરમાંથી કરી રહ્યાં છે અને શા માટે આ જિલ્લાને પસંદ કરવામાં આવ્યો...

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 5:31 PM IST

Updated : Jan 25, 2024, 6:52 AM IST

Lok Sabha Election 2024
PM મોદી આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે

ઉત્તરપ્રદેશ :લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ તરફથી વિધિવત ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. જે અંતર્ગત PM નરેન્દ્ર મોદી પ્રથમ જાહેરસભા આજે બુલંદશહરમાં યોજાઈ રહી છે. ત્યારે બુલંદશહરના ચોલા પાસેના પોલીસ ફાયરિંગ રેન્જ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અધિકારીઓની ટીમ જાહેરસભાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

PM મોદીની પ્રથમ ચૂંટણી સભા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાનના સ્ટેજથી લઈને પંડાલ સુધીની તમામ સ્થળ તૈયાર છે. જાહેર સભાના સ્થળ નજીક રોડની બંને બાજુ બેરીકેટ લગાવવાની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. ચેકિંગ વિના કોઈ વ્યક્તિને જાહેર સભા સ્થળે પ્રવેશવા દેવામાં આવશે નહીં. કમિશનર સેલવા કુમારીએ DM ચંદ્રપ્રકાશ સિંહ અને SSP શ્લોક કુમાર સાથે મંગળવારે બપોરે જાહેર સભાના સ્થળે પહોંચીને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ પણ જાહેર સભા સ્થળે પહોંચી દરેક જગ્યાની તપાસ કરી હતી. ઉપરાંત ડોગ સ્કવોર્ડ ટીમે પણ સ્ટેજની તપાસ કરી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે હેલિપેડની પણ તપાસ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીનું હેલિકોપ્ટર ગુરુવારે સવારે 11 વાગ્યે સભા સ્થળ પર ઉતરશે.

સીએમ યોગીની સમીક્ષા બેઠક : પીએમ મોદીની જાહેર સભા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રપ્રકાશ સિંહે કહ્યું કે, વડાપ્રધાનની જાહેર સભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે બપોરે સીએમ યોગી જાહેર સભા સ્થળની તૈયારીઓની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક કરશે. આ સાથે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક સવારે 11 વાગ્યે જાહેર સભાના સ્થળનું નિરીક્ષણ કરી અને તૈયારીઓની સમીક્ષા કરશે.

બુલંદશહરના રૂટ ડાયવર્ઝન :NH-34 પરના ગંગેરુઆ ફ્લાયઓવરથી ચોલા તરફ જાહેર સભા માટે આવતા વાહનો સિવાય તમામ વાહનો પર આજે રાત્રે 9 વાગ્યાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડિબાઈ, નરૌરા, શિકારપુર, અનુપશહર અને સાયના તરફથી આવતા તમામ વાહનો જેને મેરઠ, હાપુડ અને ગાઝિયાબાદ તરફ જવાનું છે, આવા તમામ વાહનોને બુલંદશહરની DAV કોલેજ ફ્લાયઓવર પર પ્રતિબંધ રહેશે. વાહનોને બુલંદશહર બાયપાસ પર મામન ચુંગીથી NH-34 તરફ વાયા ગ્યાસપુર, કોલસેના, મામન, થંડી પ્યાઉ ચોકીના રસ્તા પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

14 પાર્કિંગ સ્થળની સુવિધા :વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા લાખો લોકો જનસભામાં પહોંચશે. જાહેરસભા સ્થળ પાસે વાહનોના પાર્કિંગ માટે 14 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. VVIP અને મીડિયા પાર્કિંગની સાથે બસ, કાર, બાઇક અને ટ્રેક્ટર ટ્રોલી માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીની જાહેરસભા માટે 1700-1900 બસોની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટેની તૈયારીઓની સમીક્ષા કરી અને સૂચનાઓ આપી હતી.

બુલંદશહર પ્રથમ પસંદ કેમ ?તમને જણાવી દઈએ કે 2014 ની લોકસભા ચૂંટણી માટે પીએમ મોદીએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ બુલંદશહરથી ચૂંટણી અભિયાનનો શંખનાદ કર્યો હતો. આ વખતે પણ તેઓ અહીંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

જાહેર સભાની સાથે તેઓ મેરઠની મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીનો શિલાન્યાસ, કલ્યાણ સિંહ સરકારી મેડિકલ કોલેજ અને ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના સેક્શન તથા અલીગઢ-કનૌજ હાઇવેનું લોકાર્પણ કરી હજારો કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2014 માં ભાજપે પશ્ચિમની તમામ 14 બેઠકો જીતી હતી. જ્યારે 2019 માં ભાજપે સાત બેઠકો ગુમાવી હતી. આ વખતે ભાજપ બિજનૌર, નગીના, સંભલ, અમરોહા, સહારનપુર અને મુરાદાબાદ સહિત તમામ 14 બેઠકો ફરીથી જીતવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે.

  1. Bharat Jodo Nyay Yatra: ન્યાય યાત્રા દરમિયાન હિંસાના મામલામાં રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે FIR દાખલ કરવામાં આવી: હિમંતા
  2. INDIA ગઠબંધન મોટો આંચકો, મમતાએ કહ્યું-બંગાળમાં ટીએમસી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે
Last Updated : Jan 25, 2024, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details