નવી દિલ્હી :નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) રવિવારે જાહેરાત કરી હતી કે તે સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશનના (CUET-UG) પ્રભાવિત ઉમેદવારો માટે 19 જુલાઈએ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં પરીક્ષા ફરીથી યોજશે.
ફરી યોજાશે CUET-UG :NTA દ્વારા હાઇબ્રિડ મોડમાં (CBT અને પેન અને પેપર) સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-UG-2024) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ પરીક્ષા 15, 16, 17, 18, 21, 22, 24 અને 29 મે 2024 ના રોજ 379 શહેરોમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લગભગ 13.48 લાખ ઉમેદવારો માટે હાથ ધરવામાં આવશે.
ચેલેન્જ આમંત્રિત કરાઈ :7 જુલાઈ, 2024ની જાહેર સૂચના હેઠળ 7 જુલાઈથી 9 જુલાઈ, 2024 સુધી ચુનૌતિયાં આમંત્રિત કરવામાં આવી હતી. ઓનલાઈન પ્રાપ્ત થયેલ તમામ પડકારોને સંબંધિત વિષય નિષ્ણાતોને બતાવવામાં આવ્યા હતા. વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે અંતિમ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે. જેને ટૂંક સમયમાં CUET (UG)-2024 ની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
CUET (UG) 2024 ની પરીક્ષા અંગે ઉમેદવારો તરફથી 30 જૂન, 2024 સુધી તેમજ 7 જુલાઈથી 9 જુલાઈ, 2024 (સાંજે 5:00 વાગ્યા પહેલા) વેબસાઈટના (rescuetug@nta.ac.in) મેઈલ આઈડી પર મોકલવામાં આવેલ ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી.
NTA વરિષ્ઠ ડિરેક્ટરે રવિવારે જાહેર કરેલી સાર્વજનિક નોટિસમાં જણાવ્યું હતું કે, "આ ફરિયાદોના આધારે પ્રભાવિત ઉમેદવારો માટે 19 જુલાઈ, શુક્રવાર 2024 ના રોજ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં પુનઃપરીક્ષા હાથ ધરવામાં આવશે."
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો ?
NTA દ્વારા જણાવવામાં આવ્યું કે, આવા તમામ અસરગ્રસ્ત ઉમેદવારોને તેમના વિષય કોડ સાથે ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. તમામ અસરગ્રસ્ત ઉમેદવારોના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારો વેબસાઈટ (https://exams.nta.ac.in/CUET-UG/) પરથી તેમના CUET (UG)-2024 (તેમના અરજી નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને) એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
- RE NEET પછી, હવે RE CUET, 19 જુલાઈએ થશે પુનઃ પરીક્ષા
- ICAIની CA ફાઈનલની પરીક્ષામાં ઝળક્યો દિલ્હીનો શિવમ મિશ્રા