મુંબઈ:અભિનેતા સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નીતિશ રાણે સહિત ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પુણેના આલંદીમાં બોલતા રાણેએ કહ્યું કે, તેમને શંકા છે કે શું ખરેખર સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો કે પછી તે માત્ર અભિનય કરી રહ્યો હતો.
રાણેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાઓ સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર આવ્હાડને હિંદુ કલાકારોની ચિંતા નથી, માત્ર ખાન કલાકારોની જ ચિંતા છે. તેમણે કહ્યું, "જ્યારે કોઈ પણ ખાન મુશ્કેલીમાં હોય છે, ત્યારે બધા એકબીજા સાથે લડવા લાગે છે."
રાણેએ કહ્યું, સુશાંત સિંહ રાજપૂતનું શું થયું? ત્યારે જીતેન્દ્ર આવ્હાડ આગળ ન આવ્યા. બારામતીના કાકી (સુપ્રિયા સુલે) બહાર ન આવ્યા. સુપ્રિયા સુલે સૈફ અલી ખાનને લઈને ચિંતિત છે. શાહરૂખ ખાનના પુત્રને લઈને ચિંતા છે. નવાબ મલિકની ચિંતિત છે. શું તમે તેમને ક્યારેય કોઈ હિંદુ કલાકારની ચિંતા કરતા સાંભળ્યા છે?
રાણેએ એમ પણ કહ્યું કે, સૈફ અલી ખાનના ઘરમાં બાંગ્લાદેશીઓ ઘૂસ્યા હતા. તેમણે કહ્યું, "પહેલા તેઓ મુંબઈ પોર્ટ પર રોકાતા હતા, હવે તેઓ ઘરમાં પ્રવેશી રહ્યા છે. કદાચ તેઓ સૈફ અલી ખાનને લેવા આવ્યા હશે. આજે સૈફ અલી ખાનને જોઈને મને શંકા થઈ ગઈ. શું ખરેખર છરીથી હુમલો થયો છે અથવા તેમણે અભિયન કર્યો છે."
સંજય નિરુપમે પણ સવાલો ઉઠાવ્યા હતા
આ પહેલા શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ હુમલાના પ્રકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, સૈફના પરિવારે આગળ આવીને હુમલાની વિગતો આપવી જોઈએ. નિરુપમે કહ્યું, "પરિવારે આગળ આવીને આ વાતનો ખુલાસો કરવો જોઈએ, કારણ કે આ ઘટના પછી મુંબઈમાં એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું કે મુંબઈની કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે, ગૃહ મંત્રાલય નિષ્ફળ ગયું છે, મહારાષ્ટ્ર સરકાર બરબાદ થઈ ગઈ છે અને મુંબઈમાં દરેક નાગરિક અસુરક્ષિત છે. જે રીતે સૈફ હોસ્પિટલમાંથી બહાર આવ્યો તે જોઈને એવું લાગે છે કે ચાર દિવસ પહેલા કંઈ થયું જ નહોતું.
આ પણ વાંચો:
- રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવી છે ? જાણો કેટલી છે ટિકિટ અને કેવી રીતે બુક કરી શકાય ?
- એકવાર રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવે, શું તે ફરીથી ઉમેરી શકાય? જાણો