નવી દિલ્હી: નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બુધવારે ચાર્જ સંભાળ્યો. પોતાના સંબોધનમાં તેમણે મતદારોને કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ તરફનું પ્રથમ પગલું મતદાન છે. તેમણે વધુમાં કહ્યું કે, બંધારણ મુજબ ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે ઉભું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ તરફનું પ્રથમ પગલું મતદાન છે. તેથી ભારતના દરેક નાગરિક કે જેમણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તેણે મતદાન કરવું જોઈએ.
મીડિયા સાથે વાત કરતા કુમારે જણાવ્યું હતું કે, ભારતના બંધારણ, ચૂંટણી કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર ભારતીય ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે રહેશે. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે અને રાજીવ કુમારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પેનલમાં અન્ય બે કમિશનરોથી વરિષ્ઠ છે.
પેનલના અન્ય કમિશનરોમાં ઉત્તરાખંડ કેડરના અધિકારી સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી છે. અન્ય નવનિયુક્ત ચૂંટણી કમિશનર વિવેક જોશીએ પણ કાયદા અને ન્યાય મંત્રાલયના અનુસંધાનમાં ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
અગાઉ રાજીવ કુમાર 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. ચૂંટણી પંચમાં ચાર્જ સંભાળતા પહેલા, કુમાર એપ્રિલ-ઓગસ્ટ 2020 દરમિયાન જાહેર સાહસ પસંદગી બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ જુલાઈ 2019 થી ફેબ્રુઆરી 2020 સુધી કેન્દ્રીય નાણાં સચિવ અને સપ્ટેમ્બર 2017 થી જુલાઈ 2019 સુધી સચિવ (નાણાકીય સેવાઓ) અને માર્ચ 2015 થી જૂન 2017 સુધી એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર હતા.