મેરઠ :ઉત્તરપ્રદેશના મેરઠમાં રોડરોમિયો જો યુવતીને સતત પરેશાન કરી રહ્યો હતો તેને છેવટે સરાજાહેર યુવતીની થપ્પડો ખાવાનો વારો આવી ગયો હતો. મેરઠમાં એક યુવક યુવતીની સતત છેડતી કરી રહ્યો હતો જેને લઇ યુવતી ખૂબ જ પરેશાન હતી. ત્યારે આ વખતે યુવતીએ છેડતીનો જડબાતોડ જવાબ આપ્યો અને યુવકને દે ધનાધન થપ્પડો મારી દીધી.
મેરઠના થાપરનગરમાં બની ઘટના : રોડરોમિયોનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મેરઠના થાપરનગરની જણાવવામાં આવી રહી છે. પરિવારજનોનું કહેવું છે કે રોડરોમિયો ઘણા સમયથી યુવતીનો પીછો કરતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો. ઘટનાને પગલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
યુવતીએ પાઠ ભણાવ્યો :મેરઠના થાપરનગર વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા છે. આરોપ છે કે તે ઘણા દિવસોથી યુવતીનો પીછો કરી રહ્યો હતો અને તેને હેરાન કરતો હતો. વિડીયોમાં દેખાતી યુવતી યુવક પાસે આવી અને તેના પર છેડતીનો આરોપ લગાવીને તેને થપ્પડ મારવા લાગી. ભીડમાં એક યુવકના હાથમાં લાકડી પણ છે. આ દરમિયાન કેટલાક લોકો પોલીસને બોલાવવાની વાત કરવા લાગે છે. આ સાંભળીને બદમાશ માફી માંગે છે અને ચાલ્યા જવાનું કહે છે, તો છોકરી બૂમો પાડે છે કે આરોપીને પકડો, નહીં તો તે ભાગી જશે.
લેખિત ફરિયાદ મળી નથી :આ હાઈવોલ્ટેજ ડ્રામા લાંબા સમય સુધી ચાલતો રહ્યો. કેટલાક લોકોએ યુવતીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા કહ્યું, પરંતુ યુવતીએ ના પાડી અને ત્યાંથી જતી રહી. પોલીસ સ્ટેશન સદર બજાર શશાંક દ્વિવેદીનું કહેવું છે કે આ મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી, વિડીયો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
- Ahmedabad Crime : રોમિયોગીરી કરી વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધરપકડ, આરોપી સતત કરી રહ્યો હતો સતામણી
- Vadodara Crime: યુવતીનો પીછો કરી રહેલા ટપોરીઓને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યા