ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશાની સંબલપુર લોકસભા બેઠક પર ગળાકાપ સ્પર્ધા, 1 ટકા મતથી નક્કી થાય છે પરિણામ - Lok Sabha Elections 2024

ઓડિશાની સંબલપુર લોકસભા બેઠક પર જોરદાર મુકાબલો થવાની અપેક્ષા છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં અહીં ગળાકાપ સ્પર્ધા હતી. આ લોકસભા બેઠક 2009માં કોંગ્રેસ, 2014માં BJD અને 2019માં ભાજપે બહુ ઓછા માર્જિનથી જીતી હતી. જુઓ આ બેઠકનું રાજકીય સમીકરણ...lok sabha elections 2024

ઓડિશાની સંબલપુર લોકસભા બેઠક પર ગળાકાપ સ્પર્ધા
ઓડિશાની સંબલપુર લોકસભા બેઠક પર ગળાકાપ સ્પર્ધા (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 12:45 PM IST

ભુવનેશ્વર : ઓડિશાના સંબલપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે જોરદાર મુકાબલો થવાની અપેક્ષા છે. ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો BJD સંગઠન સચિવ પ્રણવ પ્રકાશ (બોબી) દાસ સાથે થશે. અહીં 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થશે.

સંબલપુરમાં કટોકટીની સ્પર્ધા :માનવામાં આવી રહ્યું છે કે ઓડિશામાં સૌથી રોમાંચક સ્પર્ધા સંબલપુરમાં જોવા મળશે. તેનું કારણ છેલ્લી બે સંસદીય ચૂંટણી છે. હકિકતમાં અહીં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું ભાવિ નજીવી સરસાઈથી નક્કી થયું હતું. આવી સ્થિતિમાં આ વખતે પણ અહીં આવી જ સ્પર્ધાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

નજીવા માર્જિન નક્કી થયું પરિણામ :વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં વિજેતા ભાજપ અને હારેલી BJD વચ્ચે મતનો તફાવત માત્ર 1 ટકાથી ઓછો હતો. અહીં જીત કે હારનો નિર્ણય લગભગ 9,000 વોટથી થયો હતો. આ તફાવત 2014 લોકસભા ચૂંટણીમાં 3 ટકા હતો, જ્યારે આ બેઠક પર BJD જીતી હતી. જ્યારે 2009 લોકસભા ચૂંટણીની વાત કરીએ તો જીત અને હાર વચ્ચે 2 ટકા વોટનો તફાવત હતો. આ બેઠક 2009 લોકસભા ચૂંટણી કોંગ્રેસે જીતી હતી. ત્રણેય પક્ષોએ છેલ્લા 15 વર્ષમાં એક-એક વખત સંબલપુર બેઠક જીતી છે.

ધર્મેન્દ્ર પ્રધાનની જીત માટે ભાજપ મક્કમ :ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પ્રધાન છેલ્લે 2009 લોકસભા ચૂંટણી લડ્યા હતા. બાદમાં ભાજપે પ્રધાનને રાજ્યસભામાં મોકલ્યા અને નરેન્દ્ર મોદી કેબિનેટના સૌથી વરિષ્ઠ પ્રધાનોમાંથી એક બન્યા. જોકે, આ વખતે ભાજપે તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, પાર્ટી પ્રધાનની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. અમિત શાહ ખુદ સંબલપુર પહોંચીને લોકોને પ્રધાનને વોટ આપવાનું કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, સાંસદ મંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. અમે તમને અહીં ભાજપના ઉમેદવાર તરીકે મંત્રી આપ્યા છે.

BJD ના વિકાસકાર્યો :જોકે, પ્રધાન માટે વિજય હાંસલ કરવો આસાન નહીં હોય. BJD દ્વારા અહીં અનેક વિકાસ કાર્યો થયા છે. જાન્યુઆરીમાં જ સીએમ નવીન પટનાયકે મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે 200 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય 16મી સદીના તીર્થસ્થળને પશ્ચિમ ઓડિશામાં એક મુખ્ય તીર્થસ્થાન બનાવવાનો છે. સરકાર મંદિરની સામે મહાનદી આરતી પણ શરૂ કરશે, જેના માટે ઘાટ અને સ્કાય-વોકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ભાજપને નુકસાનની ભરપાઈની આશા :બીજી તરફ એક મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન કરવા ફેબ્રુઆરીમાં સંબલપુર આવ્યા હતા. આ દરમિયાન તેણે પટનાયક સાથે સ્ટેજ શેર કર્યું અને પોતાના મિત્ર કહ્યા હતા. જોકે, BJP-BJD ગઠબંધન બનાવવાની યોજના નિષ્ફળ રહ્યા બાદ આ સૌહાર્દ ઝડપથી સમાપ્ત થઈ ગયું. ભાજપના સ્ટાર પ્રચારકો હવે BJD સુપ્રીમો પર જુદા જુદા રાજ્યોમાં નિશાન સાધી રહ્યા છે. કારણ કે તે દેશના અન્ય ભાગોમાં થનારી બેઠકોની ખોટની ભરપાઈ કરવા માટે ઓડિશામાંથી લાભ મેળવવાની આશા રાખે છે.

  1. આવતીકાલે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન, રાજ બબ્બર સહિત અનેક દિગ્ગજની પ્રતિષ્ઠા દાવ પર
  2. ચેન્નાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની મળી ધમકી, સાયબર ક્રાઈમ પોલીસ થઈ દોડતી

ABOUT THE AUTHOR

...view details