ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘર કંકાશમાં 3 જિંંદગીનો ભોગ લેવાયો, પતિએ પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા - murder and suicide incident

ઝાંસીમાં એક હૃદયને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, પારિવારિક વિવાદમાં એક પતિએ પત્નીની અને ચાર વર્ષના દિકરાની હત્યા કરી નાખી અને પોતે પણ આત્મહત્યા કરી લધી. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. murder and suicide incident in Jhansi

ઘર કંકાશમાં 3 જિંંદગીનો ભોગ લેવાયો
ઘર કંકાશમાં 3 જિંંદગીનો ભોગ લેવાયો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 9:09 AM IST

ઘર કંકાશમાં 3 જિંંદગીનો ભોગ લેવાયો (Etv Bharat)

ઝાંસીઃપ્રેમનગર વિસ્તારમાં ઘરકંકાશમાં એક પતિએ તેની પત્ની અને પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યાર પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. ત્રણેયના મૃતદેહ ઘરમાં અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. પતિ મહિલાના પરિવારમાં એક પ્રસંગમા ગયો હતો અને તે દરમિયાન તેણે આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

પતિ-પત્ની વચ્ચે ઘરકંકાશ: પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પઠૌરિયા વિસ્તારમાં રહેલા 40 વર્ષીય નીલેશના લગ્ન લગભગ 10 વર્ષ પહેલાં પ્રેમનગરના નૈનાગઢની રહેવાશી મોનૂની બેન પ્રિયંકા સાથે થયાં હતાં. મોનૂ ટેન્ટ હાઉસ ચલાવે છે જ્યારે નીલેશ ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દારૂનો વ્યસન ધરાવતો હતો જેને લઈને તેની પત્ની સાથે અવાર-નવાર માથાકૂટ થતી હતી.

લગ્નના લગભગ 5 વર્ષ બાદ તેમના પરિવારમાં પુત્ર હિમાંશુનો જન્મ થયો હાલમાં તેનો પુત્ર 5 વર્ષનો હતો. પુત્રના જન્મ પછી થોડો સમય બધું બરાબર ચાલ્યું, પરંતુ બાદમાં પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડા થવા લાગ્યા. પ્રિયંકાએ આ અંગે ઘણી વખત તેના માતા-પિતાને ફરિયાદ કરી હતી. પ્રિયંકાની માતા કમલેશે જણાવ્યું કે તેમના જમાઈની હરકતો યોગ્ય નથી. જેના કારણે પુત્રી બે મહિના સુધી તેના માવતરે આવી ગઈ હતી.

મૃતક પ્રિયંકાની માતાના જણાવ્યા અનુસાર, 29 મેના રોજ મોનુના પુત્ર પ્રિન્સના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. ત્યારે તેના ઘરે એક નાનકડો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. જેમા નિલેશ, પ્રિયંકા અને હિમાંશુ 28 મેના રોજ નૈનાગઢ પહોંચ્યા હતા. સમારોહમાં આવ્યા બાદ ત્યાં પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. સંબંધીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો અને પ્રસંગ બાદ નિલેશ તેના સાસરિયામાં જ રોકાઈ ગયો હતો.

1 જૂન (શનિવાર) ના રોજ, સાસરિયાના કેટલાક લોકો સંબંધીઓને મળવા ગયા હતા. સાસુ કમલેશ અને તેના પતિ બલ્લમપુર ગયા હતા. પ્રિયંકાના ભાઈ, ભાભી અને અન્ય લોકો પણ સંબંધીના ઘરે ગયા હતા. ઘરમાં માત્ર નિલેશ, પ્રિયંકા અને પુત્ર હિમાંશુ જ હતો. રાત્રે 8 વાગે પરિવારના સભ્યો પરત આવ્યા ત્યારે તેઓએ જોયું કે ઘરના દરવાજા ખુલ્લા હતા. અંદર પ્રિયંકા, નિલેશ અને હિમાંશુના મૃતદેહ પડેલા હતા આ અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી.

એસએસપી રાજેશ એસ, પ્રેમનગર પોલીસ સ્ટેશનના પ્રભારી શિવકુમાર સિંહ રાઠોડ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસએસપીએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બંનેએ અલગ રહેવાનું નક્કી કર્યું હતું. પતિએ પત્ની અને પુત્રનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ પછી તેણે આત્મહત્યા પણ કરી લીધી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

TRB જવાન પતિએ પત્નીને ફોન કરીને કહ્યું 'પુત્ર જોતો હોય ટ્રાફિક ભવનના સ્ટોર રૂમ પર પહોંચી જા', પત્નીએ ત્યાં જઈને જોયું તો... - Navsari trb jawan run away

ABOUT THE AUTHOR

...view details