નવી દિલ્હી: (ANI): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), અમદાવાદ ઝોનલ ઑફિસે, પોસ્ટ ઑફિસમાં સરકારી ભંડોળના દુરુપયોગ સંબંધિત બહુવિધ કેસોમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ 29 નવેમ્બર, 2024 ના રોજ કેસ નોંધ્યો હતો. આ જોગવાઈઓ હેઠળ 19 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ જાહેર થયેલ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, એસીબી અને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી બહુવિધ એફઆઈઆરના આધારે ED દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના પરિણામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રેસ રીલીઝમાં જણાવાયું હતું કે, એક કેસમાં, આરોપી સબ-પોસ્ટમાસ્ટરોએ આરોપી ખાનગી વ્યક્તિ સાથે ષડયંત્ર રચીને પહેલાથી જ બંધ કરાયેલા રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતાઓને ફરીથી ખોલ્યા હતા અને પછી છેતરપિંડી કરીને તેને બંધ કરી દીધા હતા. આ રીતે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ્સમાંથી 18.60 કરોડ રૂપિયાના સરકારી ભંડોળની વસૂલાત કરી હતી.
અન્ય એક કેસમાં, આરોપીએ સબ પોસ્ટ માસ્ટરની પોસ્ટ પર કામ કરતી વખતે, અન્ય લોકો સાથે ગુનાહિત કાવતરું રચીને 16 ઓક્ટોબર 2019 થી 21 નવેમ્બર 2022 દરમિયાન રૂપિયા 9.97 કરોડની સરકારી રકમની ઉચાપત કરી હતી. ઉપરાંત આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, આરોપી જાહેર સેવકે જૂના KVP પ્રિન્સિપાલ અને ઓલ્ડ KVP ઇન્ટરેસ્ટના શીર્ષકમાં મેંગની સબ ઑફિસના દૈનિક વ્યવહારના અહેવાલમાં યુટિલિટી ટૂલ - એસએપી (વિભાગીય સૉફ્ટવેર) દ્વારા નકલી ચુકવણીઓ મેન્યુઅલી અપલોડ કરવાની પદ્ધતિ અપનાવી હતી.
એક અલગ કેસમાં, રાવલવાડી પોસ્ટ ઑફિસના રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતાઓ, જે એક વખત બંધ કરવામાં આવ્યા હતા, તે થાપણદારોના અલગ-અલગ નામો અને વધુ મૂલ્યો સાથે છેતરપિંડી કરીને બે થી ત્રણ વાર ફરીથી બંધ કરવામાં આવ્યા હતા. અહીં સ્વીકૃત રકમ જમા કરાવવાને બદલે, છેતરપિંડી કરનારે બનાવટી RD ક્લોઝર ફોર્મ્સ પર પુનઃરોકાણનો ઉલ્લેખ કરીને છેતરપિંડીવાળા RD ખાતાઓની બંધ રકમને વિવિધ યોજનાઓ હેઠળ નવા ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની બીજી તરકીબ એ હતી કે છેતરપિંડી કરનારાઓ નવા ખાતા ખોલવા માટે તેમના ગ્રાહકો પાસેથી થાપણો સ્વીકારતા હતા, જૂની પાસબુક/નવી નકલી પાસબુકનો ફરીથી ઉપયોગ કરીને તેમને પાસબુક ઈશ્યુ કરતા હતા, પરંતુ વાસ્તવમાં, તેણે સંચય પોસ્ટ/ફિનાકલમાં નામથી કોઈ ખાતું ખોલ્યું ન હતું.