ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાળામાં તણાઈ રહી હતી 500-500ની નોટો અને લોકોએ કરી પડાપડી, ટોળાએ અઢી લાખ ભેગા કર્યા

મહારાષ્ટ્રના સાંગલીમાં એક નાળામાં 500-500 રૂપિયાની નોટો તણાતી જોઈને લોકો રીતસર ગટરમાં ઉતરી ગયા અને નોટો ભેગી કરવા લાગ્યા.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

500ની નોટો માટે પડાપડી
500ની નોટો માટે પડાપડી (Etv Bharat)

સાંગલીઃમહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના આટપાડીમાં એક નાળામાં વહેતી નોટોને લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હકીકતમાં અંબાબાઈ નાળામાં 500-500 રૂપિયાની ઘણી નોટો વહી રહી હતી. આ નોટોને લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી

શનિવારે સાપ્તાહિક બજારમાં આવેલા લોકોએ જોયું કે 500-500 રૂપિયાની નોટો ગટરમાં વહી રહી છે. ત્યાર બાદ લોકો આ નોટોને લેવા માટે નાળામાં કૂદી પડ્યા હતા. અનુમાન છે કે, લોકોએ અંદાજે બે થી અઢી લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

નાળામાં તણાઈ રહેલી 500ની નોટો માટે લોકોએ કરી પડાપડી (Etv Bharat)

મળતી માહિતી મુજબ, આટપાડી નગરમાં શનિવારે સાપ્તાહિક બજાર ભરાઈ છે. આ બજાર ગામમાં જ અંબાબાઈ મંદિરની બાજુમાં નાળા પાસે આ બજાર દર અઠવાડીએ ભરાઈ છે. બજારનો દિવસ હોવાથી સવારથી જ લોકો આવતા-જતા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ બજારમાં જતા કેટલાક નાગરિકોએ જોયું કે નાળામાંથી નોટો વહી રહી છે.

આ પછી કેટલાક લોકો નાળામાં પ્રવેશ્યા અને તપાસ કરી કે શું આ નોટો અસલી છે? 500 રૂપિયાની નોટ અસલી હોવાની માહિતી મળ્યા બાદ આ સમાચાર વાયુ વેગે આ વિસ્તારમાં ફેલાઈ ગયા. આ પછી મોટી સંખ્યામાં લોકો નોટો લેવા માટે નાળામાં કૂદી પડ્યા હતા.

નોટો ક્યાંથી આવી?

આ દરમિયાન આટપાડી પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને ગટરમાંથી બહાર કાઢીને નોટો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ નોટો આવી ક્યાંથી? કોણે અને શા માટે નાળામાં નાખી ? તે હજી જાણી શકાયું નથી.

  1. ઈશા ફાઉન્ડેશનઃ સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગોંધી રાખવાના પુરાવાનો અભાવ દર્શાવી કાર્યવાહી બંધ કરી દીધી
  2. JNUમાં છત્રપતિ શિવાજીના નામે સેન્ટર ખોલવામાં આવશે, ગોરિલ્લા યુદ્ધ નીતિ અને તેમની શાસન કુશળતા પર કરાશે સંશોધન

ABOUT THE AUTHOR

...view details