હૈદરાબાદ:ગણેશ ચતુર્થી એ ભારતભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો ઉત્સવ છે. આ ઉત્સવ એ માત્ર એક રાજ્યમાં નહીં પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આથી આ મહાઉત્સવની ઉજવણીમાં મોટી તેમજ નાની તમામ બ્રાન્ડ્સ પણ તેમા બાકાત રહી નથી. તેઓ પણ તેમની ક્રિએટિવ રીતે તેમના ગ્રાહકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સમય બદલાઈ રહ્યો છે અને એવી જ રીતે વેપાર વાણિજ્યમાં પણ બદલાવ આવી રહ્યો છે. હવે બિઝનેસ માત્ર મોટી મોટી કંપનીઓ જ નહીં પણ નાના એવા સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થઈ રહ્યા છે અને આવા બદલાતા સમયમાં બિઝનેસ માટે મહત્વપૂર્ણ એલિમેંટ એવા ગ્રાહક એ સર્વોચ સ્થાને હોય છે. આથી કંપની તેમજ નાના મોટા સ્ટાર્ટઅપ્સ તેમના ગ્રાહક સાથે હંમેશા જોડાયેલા રહેવાનો આગ્રહ રાખતા હોય છે. પરિણામે દેશભરમાં ઉજવાતો ગણેશ ચતુર્થીના 10 દિવસના પર્વ નિમિત્તે આ બ્રાન્ડસ એ અનોખા રીતે તેમના ગ્રાહકોને શુભકામના પાઠવી છે.
ઉબર ઈન્ડિયા જે સમગ્ર ભારતમાં રાઈડ પૂરું પાડતું એક ઓનલાઈન માધ્યમ છે. આ કંપની ગ્રાહકોને એક જગ્યાએથી બીજા સ્થાને પરિવહન માટેની સુવિધા પૂરી પાડે છે જે માટે ટેક્સી બુક કરવા માટે સ્માર્ટફોન દ્વારા સંચાલિત છે. ઉબરે તેમના ટ્વિટર પર પોસ્ટ નાખી હતી જેમાં તેમણે લખ્યું હતું, '1, 2, 3, 4, બાપ્પા ફરી આવી રહ્યા છે એક વાર.'
Zepto એ ભારતમાં એક ઑનલાઇન કરિયાણાની ચીજવાસ્તુઓની ડિલિવરી કરી આપે છે તે પણ માત્ર છે જે 10-મિનિટમાં. Zepto એ તેમના ટ્વિટર પર મોદકની પોસ્ટ નાખી હતી જેમાં તેમણે લખ્યું હતું, 'મોદક તમને બોલાવી રહ્યા છે.'