ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બકરી ચોરી વિવાદમાં આરોપીઓ નિર્દોષ, 36 વર્ષે ઔરંગાબાદ કોર્ટે સંભળાવ્યો ચુકાદો - goat theft case

બિહારની ઔરંગાબાદ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. 36 વર્ષ જૂના કેસમાં કોર્ટે 5 આરોપીઓને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે. આ પાંચેય લોકો જ્યારે બકરી ચોરીનો વિરોધ કર્યો ત્યારે તેમના પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો.. AURANGABAD GOAT THEFT CASE

બકરી ચોરી વિવાદમાં 36 વર્ષે ઔરંગાબાદ કોર્ટે સંભળાવ્યો ચુકાદો
બકરી ચોરી વિવાદમાં 36 વર્ષે ઔરંગાબાદ કોર્ટે સંભળાવ્યો ચુકાદો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 12:57 PM IST

બિહાર: ઔરંગાબાદ કોર્ટના ઐતિહાસિક નિર્ણયની બિહારમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. એક તરફ કોર્ટ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો, બીજી તરફ લોકો આ નિર્ણય બાદ વિવિધ વાતો કરી રહ્યા છે. કરે પણ કેમ નહીં, કારણ કે 36 વર્ષ પછી કોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે.

બકરી ચોરી વિવાદમાં આરોપીઓ નિર્દોષ (Etv Bharat)

શું છે સમગ્ર મામલો:બે બકરીઓની ચોરીનો આ મામલો 25 જૂન 1988નો છે. સવારના 5 વાગ્યા હતા. દાઉદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અસલમપુર ગામનો રહેવાસી રાજન રાય તેના પરિવાર સાથે ઘરે હતો. આ દરમિયાન સવારે આવેલા 12 લોકો રાજન રાયના ઘરમાં ઘૂસી ગયા હતા અને દરવાજે બાંધેલી 600 રૂપિયાની કિંમતની બે બકરીઓ બાંધીને જવા લાગ્યા હતા.

ચોરીનાં વિરોધમાં ઘર સળગાવ્યું:રાજન રાયને બકરી ચોરીની જાણ થઈ. જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો તમામ લોકોએ મળીને તેને માર માર્યો અને ઘરને આગ લગાવી દીધી. આગ લગાવ્યા બાદ તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટનામાં રાજને કોઈક રીતે તેનો અને તેના પરિવારનો જીવ બચાવ્યો હતો પરંતુ તેનું ઘર બળીને રાખ થઈ ગયું હતું. ઘટના બાદ રાજને દાઉદનગર પોલીસ સ્ટેશનમાં 12 લોકોને આરોપી બનાવીને કેસ દાખલ કર્યો હતો.

36 વર્ષે ઔરંગાબાદ કોર્ટે સંભળાવ્યો ચુકાદો (Etv Bharat)

સુનાવણીમાં 36 વર્ષ લાગ્યાઃ કેસ નોંધ્યા બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. આ દરમિયાન કોર્ટમાં અનેકવાર સુનાવણી થઈ પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો નહીં. આ કેસનો ઉકેલ આવતાં 36 વર્ષ લાગ્યાં. 09 સપ્ટેમ્બર, 2024ના રોજ, કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો અને 5 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. પાંચેય લોકોએ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે.

પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ:આ નિર્ણય એડીજે-10 સૌરભ સિંહે આપ્યો હતો. એડવોકેટ સતીશ કુમાર સ્નેહીએ કહ્યું કે, જેઓને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં લખન રાય, મદન રાય, વિષ્ણુદયાલ રાય, દીનદયાલ રાય અને મનોજ રાયનો સમાવેશ થાય છે. બાકીના પાંચ આરોપીઓ મૃત્યુ પામ્યા છે અને બે આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 36 વર્ષ બાદ આવેલા કોર્ટના આ નિર્ણયની જિલ્લામાં ભારે ચર્ચા થઈ રહી છે.

"પાંચ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. બકરી ચોરીના વિવાદમાં 1988માં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. 5 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. 2ને કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે." -સતીશકુમાર સ્નેહી, એડવોકેટ

  1. કન્હૈયાલાલ હત્યા કેસમાં આરોપી જાવેદને જામીન, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આપ્યો ચુકાદો - Udaipur Kanhaiyalal Murder Case
  2. સુરેશ રૈનાના ફૂવાની હત્યાના કેસમાં કોર્ટે 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી - Suresh Raina Uncle Murder Case

ABOUT THE AUTHOR

...view details