ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 7:03 AM IST

અમદાવાદ :આજે 29 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપને આજે સામાજિક અને જાહેરક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે. કુટુંબ તેમજ દાંપત્ય જીવનમાં સુખ સંતોષ અનુભવશો. મિત્રો અને રોમાન્સની પરાકાષ્ટાનો અનુભવ થશે. મોજમજા અને મનોરંજનથી ભાગીદારીમાં લાભ થશે. જીવનસાથી સાથે ખૂબ સારો મનમેળ રહેશે.

વૃષભ:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે વાણી અને વર્તન પર સંયમ રાખવાની સલાહ છે. કોઈની મજાક મશ્કરી કરતાં હસવામાંથી ખસવું થઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થાય માટે બોલવામાં અથવા કોઈના વિશે ટિપ્પણી કરવામાં ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી પારસ્પરિક ગેરસમજ ટાળવી. મોજશોખ મનોરંજન પાછળ ખર્ચો થશે. તબિયતની કાળજી રાખવી. અકસ્માતથી સંભાળવું. માનસિક ઊન્મત્તતા ઘણી સમસ્યા સર્જી શકે છે. તેથી તે અંકુશમાં રહે તેની કાળજી રાખવાનું આપને જણાવવામાં આવે છે.

મિથુન: આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે નવા કાર્યોની શરૂઆત કરશો નહીં, સમય અનુકૂળ નથી. આપને સલાહ આપવામાં આવે છે કે જીવનસાથી તેમજ સંતાનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમિયાન સૌમ્ય રહેવું. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

કર્ક:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો થોડો અભાવ વર્તાશે. ખાસ કરીને છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવતા જાતકોને સારવારમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પરિવારમાં સભ્યો સાથે વિવાદ ટાળવા માટે બહુ દલીલબાજીમાં પડવું નહીં. ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી સાચવવાની સલાહ છે. નાણાં ખર્ચની તૈયારી રાખવી. ભોજનમાં અને ઊંઘમાં થોડી અનિયમિતતાનો સામનો કરવો પડશે.

સિંહ: આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજના દિવસે આપ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતાનો અનુભવો. મિત્રો સ્‍વજનો સાથે નાનકડું પર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રિય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ધિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.

કન્યા:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. પરિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. પરંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાની જણાઈ રહ્યું છે.

તુલા:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આપના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રિયજન સાથેનું સાનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

વૃશ્ચિક:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થશે. જો કે આરોગ્‍ય વિશેની ફરિયાદ રહે. મનની ભીતરમાં ‍આંશિક ચિંતાની લાગણી રહે. અકસ્‍માતથી સંભાળવું. કુટુંબીજનો, સગાસંબંધીઓ સાથે ગેરસમજ કે અણબનાવ થાય. કોર્ટ કચેરી સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી. દરેક બાબતમાં સંયમિત વલણ અનર્થોમાંથી ઉગારી લેશે.

ધન:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળવા સાથે આપના પારિવારિક જીવનમાં પણ સુખ સંતોષની લાગણી અનુભવશો. આવકમાં વૃદ્ધિ અને વેપારધંધામાં લાભ મળશે. મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણો વીતશે. મિત્રો સાથે રમણીય સ્‍થળે પર્યટનનું આયોજન થાય. અપરિણિતો માટે લગ્‍નયોગ ઉભા થાય. પત્‍ની તથા પુત્ર દ્વારા લાભ પ્રાપ્તિની શક્યતા છે.

મકર:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. વ્‍યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતા પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્‍ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.

કુંભ: આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં આપ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહેવાથી ધારણા કરતા ઓછુ કામ નીકળે. નોકરીમાં ઉપરી અધિકારીઓથી સાથે વધુ પડતી ચર્ચામાં ના પડવાની સલાહ છે. મોજશોખ તેમજ હરવા- ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગેની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે. વિદેશથી સમાચાર મળે.

મીન:આજે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. ક્રોધ પર સંયમ રાખીને વાણી અને વર્તનમાં મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. આરોગ્‍યની બાબતમાં થોડી કાળજી રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. માનસિક સ્વસ્થતા માટે તમે પરિવારજનો સાથે વધુ સમય વિતાવો અને તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરો તેવી સલાહ છે. ઇષ્‍ટદેવનું ધ્‍યાન, જપ અને આધ્યાત્‍િમક તેમને સાચો માર્ગ દેખાડશે.

ABOUT THE AUTHOR

...view details