પટના: મંગળવારે એરપોર્ટ અથોરિટીને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ ગુજરાતના વડોદરા અને બિહારના પટના એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પટના એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, "પટના એરપોર્ટને બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઈલ મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે."
પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી: વડોદરાના હરણી પીએસના ઇન્સ્પેક્ટર "આરડી ચૌહાણે" જણાવ્યું હતું કે, "એક ગોપનીય માહિતી પ્રાપ્ત થઈ હતી, જેના પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી છે." આરડી ચૌહાણે વધુ જનાવ્યું કે, "બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ, એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર પણ પટના અને વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા છે."
વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે: આ વર્ષના મે મહિનાની શરૂઆતમાં, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ અને દિલ્હીની 6 થી વધુ સરકારી હોસ્પિટલોને રવિવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી, જેના કારણે સંબંધિત સંસ્થાઓના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ: ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ અને રાજધાનીમાં દિલ્હીમાં 6 થી વધુ સરકારી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળ્યા બાદ, દિલ્હી પોલીસે કહ્યું કે, "હજી સુધી કંઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી".
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, IGI એરપોર્ટ પર રવિવારે બપોરે એક અજાણ્યા એકાઉન્ટમાંથી ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. તે અજાણ્યા વ્યક્તિએ એરપોર્ટની અંદર વિસ્ફોટક ઉપકરણની હાજરીની ધમકી આપી હતી.
- અરવિંદ કેજરીવાલ આજે તિહાડ જેલમાંથી આવી શકે છે બહાર, રાઉઝ એવન્યૂ કોર્ટે કાલે આપ્યા હતા જામીન - kejriwal gets bail
- ગુજરાતના 17 IAS અધિકારીઓને તાલીમ માટે મસૂરી મોકલાયા, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં લેશે તાલિમ - IAS officers sent for training