ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 3:14 PM IST

ETV Bharat / bharat

50 ફૂટ સુધી આગની જ્વાળાઓ ઉછળી, જાણો ચાંદની ચોકમાં ભીષણ આગને કારણે કેટલુ થયુ નુકસાન? - DELHI CHANDNI CHOWK FIRE incident

દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ બુઝાવવા માટે ફાયર વિભાગને કલાકો સુધી મહેનત કરવી પડી હતી. આ આગમાં 24 થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી, અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. DELHI CHANDNI CHOWK FIRE incident

Etv Bharat
દિલ્હીના ચાંદની ચોકના કટરા મારવાડી માર્કેટમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી (Etv Bharat)

દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી (ETV BHARAT)

નવી દિલ્હીઃ ચાંદની ચોકના કટરા મારવાડી માર્કેટમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે, લગભગ 20 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. 40થી વધુ ફાયર વાહનો અને 175 ફાયર કર્મીઓની મદદથી 5 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર વિભાગ આગ ઓલવવામાં નિષ્ફળ રહ્યું: સાંકડી શેરીઓ, સાંકડા રસ્તાઓ અને અસંખ્ય લોકોની વિશાળ ભીડને કારણે આગને ફેલાવામાં મદદ મળી. લોકોની ભીડને કારણે ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં 14 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, પરંતુ આગ ફેલાતી જોઈને 30 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર તૈનાત હતા અને આગ ઝડપથી ફેલાઈ હતી અને આસપાસની દુકાનોને પણ લપેટમાં લીધી હતી.

ઈમારતનો એક ભાગ પડી ગયો: જૂની ઈમારત હોવાને કારણે જે ઈમારતમાં આગ લાગી હતી તેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આગ તેની નીચે દટાઈ જવાના કારણે ફાયરની ટીમોને આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગનું નિવેદન:રાત્રે 9.21 વાગ્યે, દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગનું નિવેદન બહાર આવ્યું જ્યાં તેમણે કહ્યું કે "ચાંદની ચોકમાં લાગેલી આગ કાબૂમાં છે. તેને ઘેરી લેવામાં આવી છે, તેથી તે આગળ વધી શકશે નહી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 170-175 અધિકારીઓ સાથે 40 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે તૈનાત છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય તોમર:આ પહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય તોમરે કહ્યું હતું કે, "અમને 5 વાગ્યે આગની માહિતી મળી હતી, હાલમાં અમારા 40 થી વધુ વાહનો સ્થળ પર હાજર છે. આ ખૂબ જ ગંભીર આગ છે. અમે કોઈ જાનહાનિ ન થાય તેની ખાતરી કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. હા, અમે આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તે ધરાશાયી થઈ ગઈ છે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી". ઓફિસર તોમરે એમ પણ કહ્યું કે, સાંકડી ગલીઓના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આગ બુઝાવવા માટે ચારે બાજુથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાંકડી શેરીઓના કારણે ફાયર ટેન્કરો પહોંચી શકતા નથી. જેના કારણે અમારે 200-300 ફૂટ સુધી ફાયર ફાઈટીંગ હોસ પાઈપ લંમબાવવી પડી છે. આ ઉપરાંત, હાઇડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તોમરજીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જૂની દુકાનો છે, અહીં રહેણાંક વિસ્તારો પછીથી દુકાનોમાં ફેરવાઈ ગયા હતા. મોટાભાગની દુકાનો સાડી અને કપડાનો વેપાર કરે છે, તેથી આગ લાગવાનું જોખમ વધારે છે. માટે અમે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, આગ વધુ ન ફેલાય કારણ કે તે સતત એક પછી એક બીજી અને ત્રીજી દુકાનને લપેટમાં લઈ રહી છે.

જાણો શું કહ્યું મંત્રી આતિષીએ: દિલ્હી સરકારના મંત્રી આતિષીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે, "ચાંદની ચોક વિસ્તારમાં આગની આ ઘટના અંગે હું સતત જિલ્લા પ્રશાસનના સંપર્કમાં છું, ભગવાનની કૃપાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેશે. ઉનાળાની આ કાળઝાળ ઋતુમાં, હું તમને બધાને વિનંતી કરું છું કે, તમારી આસપાસ શોર્ટ-સર્કિટની કોઈ શક્યતા ન થવા દો, સાવચેતી રાખો અને સુરક્ષિત રહો".

પ્રવીણ ખંડેલવાલે વેપારીઓ માટે વળતરની માંગ કરી: બીજેપી સાંસદ પ્રવીણ ખંડેલવાલે ચાંદની ચોક આગની ઘટના પર કહ્યું કે, અમે ઘણી વખત કહ્યું છે કે, છેલ્લા 10 વર્ષથી દિલ્હી સરકાર અને દિલ્હીના મુખ્યમંત્રીએ ક્યારેય લટકતા વીજ વાયર પર ધ્યાન આપ્યું નથી, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. અને આગ લાગે છે. અમે વારંવાર કહી રહ્યા છીએ કે, ચાંદની ચોકમાં એક ફાયર સ્ટેશન બનાવવું જોઈએ જેથી કરીને મદદ તાત્કાલિક પહોંચી શકે. પરંતુ આજની આગના કારણે મોટાપાયે નુકસાન થતા વેપારીઓને વળતર મળવું જોઈએ".

આ સાથે જ નવી સડક ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશનના જણાવ્યા અનુસાર, આગમાં ઈમારતોની સાથે વેપારીઓના સપના પણ બળી ગયા છે. આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. આ આગ કેવી રીતે લાગી તે બહાર આવ્યું નથી. દીપકે જણાવ્યું કે, બિલ્ડિંગના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ચર્ચા છે.

  1. કુવૈત અગ્નિકાંડ: 42 ભારતીયો સહિત 49 જીવતા ભૂંજાયા, PMએ 2 લાખની સહાય જાહેર કરી - kuwait building fire mishap
  2. ગાઝિયાબાદમાં મોટી કરૂણાંતિકા, મકાનમાં આગ લાગવાથી એકજ પરિવારના 5 ભડથુ, મૃતકોમાં 2 બાળકો પણ સામેલ - massive fire in ghaziabad

ABOUT THE AUTHOR

...view details