ETV Bharat / state

વલસાડના ખેરલાવ ગામે વૃક્ષરોપણ કરાયું

author img

By

Published : Jun 5, 2020, 7:29 PM IST

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે ખેરલાવ ગામે યુવાનો દ્વારા વીજ કંપનીના પાવર સ્ટેશન નજીક 50થી વધુ છોડના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

valsad, Etv Bharat
valsad

વલસાડઃ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે ખેરલાવ ગામે યુવાનો દ્વારા વીજ કંપનીના પાવર સ્ટેશન નજીક 50થી વધુ છોડના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ સહિત ધરમપુર ખાતે આવેલા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નિલમભાઈ પસ્થિત રહ્યાં હતા.

પારડી તાલુકાના ખેરલાવ ગામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે આજે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વીજ કંપનીના પાવર સ્ટેશન પાસે 50થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનો દ્વારા પર્યાવરણના જતન માટે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાનું ઠેરવવામાં આવ્યું હોય ત્યારે વલસાડ જિલ્લામાં પણ આજે ખેરલાવ ગામે વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડના ખેરલાવ ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષરોપણ દ્વારા કરવામાં આવી

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નિલમભાઈએ જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યો છે ત્યારે યુનોએ કેહલા મુજબ પ્રકૃતિ માટે પણ મનુષ્યએ થોડો સમય કાઢવો જોઈએ અને પ્રકૃતિનું જતન કરવું જોઇએ.

આ કાર્યક્રમમાં પારડી તાલુકાના યુવા ભાજપ ઉપપ્રમુખ મયંકભાઇ પટેલ, ગામના સરપંચ કૌશીકાબેન પટેલ, ભાજપ યુવા પ્રમુખ અંકિત પટેલ, બજરંગદલ પ્રમુખ ચેતનભાઈ પટેલ તથા લોકમાંગલમ ટ્રસ્ટના નિલમભાઈ સાથે તેમની ટીમે હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.