ETV Bharat / state

વલસાડ જિલ્લામાં બુધવારથી શરૂ થશે ST સેવા, પ્રવાસીએ કઢાવવી પડશે ઈ-ટિકિટ

author img

By

Published : May 19, 2020, 6:04 PM IST

વલસાડ જિલ્લામાં બુધવારથી ST બસ સેવા શરૂ કરવામાં આવશે. જે માટે પ્રવાસીઓએ GSRTC ની વેબસાઈટ પરથી ઈ-ટિકિટ કઢાવવાની રહેશે. જો કે, ગ્રામીણ કક્ષાએથી વલસાડ શહેર આવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતાઓ નકારી શકાય નહીં.

Valsad ST Depot
વલસાડ

વલસાડ: લોકડાઉન 4.0 શરૂ થતાં અનેક વિસ્તારોમાં સરકારે છૂટ આપી છે. જેને પગલે અનેક ધંધા-રોજગાર નાના વેપારીઓને મહદંશે રાહતનો અનુભવ થાય છેલ્લા બે મહિનાથી અનેક લોકોના રોજગાર અને ધંધા ઉપર અસર પહોંચી હતી. હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલી છુટને પગલે આ તમામ દુકાનો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે વલસાડ ST ડેપો દ્વારા બસો પણ દોડાવવામાં આવશે. જે અંગે ટેલિફોનિક વાતચીતમાં વલસાડ જિલ્લાના ડીવીઝનલ મેનેજર જણાવ્યું કે, વલસાડ શહેરમાં આવેલા ST ડેપોથી બુધવારના રોજ વહેલી સવારથી બસ સેવાઓ શરૂ કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં બુધવારથી શરૂ થશે ST સેવા

જો કે, બસમાં પ્રવાસ કરનારાઓ એ ઇ-ટિકિટ કઢાવવી ફરજીયાત રહેશે. બસમાં પ્રવાસ કરવા માગતા ગુજરાત એસટી વિભાગની સાઈટ પરથી પોતાની ઓનલાઇન ટિકિટ બુક કરાવવાની રહેશે અને આ ટિકિટ પોતાની સાથે મોબાઈલમાં રાખવાની રહેશે. જે બાદ જ તેમને બસમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે, આ ટિકિટની વ્યવસ્થા શરૂ થતા ધરમપુર કપરાડા જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી વલસાડ શહેરમાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાય એવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.

વળી પ્રવાસી કરવા માટે એક બસમાં 60 પ્રવાસીને પ્રવેશ આપવામાં આવશે. જો કે, વલસાડ જિલ્લા ડિવિઝનલ મેનેજરને જણાવ્યા મુજબ ઉચ્ચ સ્તરેથી તેમને બસો ચલાવવા માટે પરવાનગી આપવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે, તે મળતાની સાથે જ વલસાડ જિલ્લામાં એસ.ટી.બસોના પૈડા ધમધમતા થઇ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.